Video: લખનૌમાં વરસાદથી ડાંગરનો પાક બગાડ્યો

ઉત્તર પ્રદેશના લખનૌ અને આસપાસના વિસ્તારોમાં પડેલા અસામયિક વરસાદને કારણે કાપણી કરેલો ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તૈયાર પાક નાશ પામવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે સ્થળ તપાસ કરીને વહેલી તકે યોગ્ય વળતર આપવાની ગુહાર લગાવી છે.




