તહેવારમાં વતન જતા લોકો માટે કામના સમાચાર, રેલવે 6000 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
એક બાજુ આગામી દિવસોમાં નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. બીજી તરફ આ તહેવારો દરમિ

એક બાજુ આગામી દિવસોમાં નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. બીજી તરફ આ તહેવારો દરમિયાન પોતાના વતન જવા માટે લોકોની રેલવે સ્ટેશનોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય રેલવેએ દુર્ગા પૂજા, દિવાળી અને છઠના અવસર પર એક કરોડથી વધુ મુસાફરોની સુવિધા માટે 6,000 વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સાથેની વતચીતમાં જણાવ્યું કે, તહેવારો દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને 108 ટ્રેનોમાં વધારાના જનરલ કોચ ઉપરાંત 12,500 કોચને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જતા ઘણા રેલવે માર્ગો પર દુર્ગા પૂજા, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન ભારે ભીડ હોય છે.
ગયા વર્ષે 4,429 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી
તેમજ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે તહેવારની સિઝન માટે અત્યાર સુધીમાં કુલ 5,975 વિશેષ ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે. ગયા વર્ષે આ સંખ્યા 4,429 હતી.






