મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આર્મી સ્પેશિયલ ટ્રેન અને 10 ડિટોનેટરના ષડ્યંત્રમાં રેલવે કર્મચારી સાબિરની ધરપકડ

18 સપ્ટેમ્બરે 10 ડિટોનેટર લગાવીને આર્મી સ્પેશિયલ ટ્રેનને ઉડાવી દેવાન

આર્મી સ્પેશિયલ ટ્રેન અને 10 ડિટોનેટરના ષડ્યંત્રમાં રેલવે કર્મચારી સાબિરની ધરપકડ

18 સપ્ટેમ્બરે 10 ડિટોનેટર લગાવીને આર્મી સ્પેશિયલ ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ATS અને NIAને આ અંગેની માહિતી મળતાની સાથે જ રેલવે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આર્મી સ્પેશિયલ ટ્રેન અને અને 10 ડિટોનેટરના ષડ્યંત્રમાં સાબિર નામના રેલવે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં સેનાની ટ્રેનમાં બોમ્બથી હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાના અનેક મામલા સામે આવી રહ્યા છે.

મધ્યપ્રદેશના નેપાનગર વિધાનસભાના સાગફાટા વિસ્તારમાં અજાણ્યા માણસોએ ડેટોનેટરની મદદથી ટ્રેનને ઉડાવી દેવાની માહિતી મળી હતી. ATS અને NIAને આ અંગેની માહિતી મળતાની સાથે જ રેલવે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

આ સેના સંબંધિત મામલો હોવાથી અધિકારીઓ આ બાબતે ગુપ્તતા જાળવી રહ્યા છે. રેલવે ટ્રેક પર 10 ડિટોનેટર લગાવવામાં આવ્યા હતા. મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝન હેઠળના સાગફાટા રેલવે સ્ટેશનથી થોડા અંતરે અજાણ્યા લોકોએ ટ્રેક પર થાંભલા નંબર 537/5 અને 537/3 વચ્ચે ડિટોનેટર લગાવી દીધું હતું.

લોકો પાયલોટની ફરિયાદ બાદ મામલો વેગ પકડ્યો હતો. આ મામલો સેનાના જવાનો સાથે સંબંધિત હોવાથી બ્લાસ્ટના પડઘાએ તપાસ એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. શનિવારે બપોરે પોલીસ વિભાગની સ્પેશિયલ બ્રાન્ચના ડીએસપી, નેપાનગર એસડીઓપી સ્ટેશનના ઈન્ચાર્જ સહિત રેલવે અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે મોડી સાંજે NIA, ATS સહિત અનેક ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ ખંડવા પહોંચ્યા હતા અને તપાસ શરુ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો