મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં ફરી ટ્રેન દુર્ઘટના! ડ્રાઇવર વગર ચાલતું એન્જિન પાટા પરથી ઉતરી ગયું

બિહારમાં ફરી એકવાર ટ્રેન દુર્ઘટના થઈ છે. આ વખતે મુંગેર જિલ્લામાં સ્થિત જમાલપુર રેલ્વે સ્ટેશનના રૂ

બિહારમાં ફરી ટ્રેન દુર્ઘટના! ડ્રાઇવર વગર ચાલતું એન્જિન પાટા પરથી ઉતરી ગયું

બિહારમાં ફરી એકવાર ટ્રેન દુર્ઘટના થઈ છે. આ વખતે મુંગેર જિલ્લામાં સ્થિત જમાલપુર રેલ્વે સ્ટેશનના રૂટ રિલે ઈન્ટરલોકિંગ (RRI) ક્રોસિંગ પાસે રેલ્વે એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રેલ્વે એન્જિનના ત્રણ પૈડા રેલ્વે લાઈન પરથી ઉતરી ગયા છે. સારી વાત એ છે કે આ દરમિયાન કોઈને ઈજા નથી થઈ. આ અકસ્માતના કારણે જમાલપુર રેલ્વે સ્ટેશન પર થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: લો બોલો! પતિ-પત્નીના ઝઘડાને કારણે ભારતીય રેલ્વેને થયું 3 કરોડનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

ડ્રાઇવર વગર ચાલવા લાગ્યું એન્જિન

ઘટના અંગે કહેવાય છે કે એન્જિન બંધ કર્યા બાદ શંટિંગ મેન અને લોકો પાયલટ ત્યાંથી જતા રહ્યા હતા. થોડા સમય પછી, એન્જિન લગભગ 50 મીટર આગળ વધ્યું અને RRI નજીક આવ્યા પછી, તેના ત્રણ પૈડા પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની માહિતી મળતાની સાથે જ એન્જિનિયરિંગ અને કેરેજ વિભાગના કર્મચારીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જેક તેમજ અન્ય સાધનો સાથે પાટા પરથી ઉતરેલા પૈડાને પાટા પર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ત્રીજી લાઈન પર કામગીરી ખોરવાઈ

આ ઘટના બાદ કિયુલ-જમાલપુર-ભાગલપુર રેલ્વે સેક્શન પર લાઈન નંબર ત્રણ પરથી પસાર થતી ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, લાઈન નંબર એક અને બે પરથી અપ-ડાઉન રૂટ પર ટ્રેનો દોડતી રહી હતી. ડાઉન રૂટમાં દિલ્હીથી કામાખ્યા જતી બ્રહ્મપુત્રા મેલ અને અપ લાઈનમાં સાહિબગંજથી દાનાપુર જતી ઈન્ટરસિટી ટ્રેનને અડધો કલાક અસર થઈ હતી. આ ઘટના બાદ રેલ્વે અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

રેલ્વે અધિકારીઓએ કાર્યવાહી કરી

ઘટનાની માહિતી મળતાની સાથે જ પીડબ્લ્યુઆઈની ટીમ અને રેલ્વેના સેક્શન એન્જિનિયર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માલદા રેલ્વે વિભાગ દ્વારા આ ઘટનાની તપાસનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરના શુક્રવારે સાંજે, 30029 નંબરનું ઈલેક્ટ્રિક એન્જિન જમાલપુર સ્ટેશનની લાઈન નંબર ત્રણ પર પાર્ક કરવામાં આવ્યું હતું.

ઘટના બાદ રાહત અને બચાવમાં વિલંબ

જો કે, યાર્ડમાં હોવા છતાં, રાહત અને બચાવ વાહન (ART) ઘટનાના લગભગ બે કલાક પછી પણ ઘટનાસ્થળે પહોંચ્યું ન હતું. સ્ટેશન મેનેજર સંજય કુમારે જણાવ્યું હતું કે એન્જિન પાટા પરથી ઉતરી ગયા બાદ ટ્રેનોના સંચાલન પર બહુ અસર નથી થઈ. માત્ર ત્રણ નંબરની લાઈન પરથી જ ટ્રેનોની અવરજવર બંધ કરવામાં આવી છે, બાકીની લાઈન ચાલુ છે.

આ સમાચાર શેર કરો