મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લો બોલો! પતિ-પત્નીના ઝઘડાને કારણે ભારતીય રેલ્વેને થયું 3 કરોડનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

છત્તીસગઢમાં એક રેલ્વે સ્ટેશન માસ્ટરને ફરજ સમયે પત્નીને ફોન પર માત્ર 'ઓકે' કહેવું ભારે પડી ગયું હ

લો બોલો! પતિ-પત્નીના ઝઘડાને કારણે ભારતીય રેલ્વેને થયું 3 કરોડનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

છત્તીસગઢમાં એક રેલ્વે સ્ટેશન માસ્ટરને ફરજ સમયે પત્નીને ફોન પર માત્ર 'ઓકે' કહેવું ભારે પડી ગયું હતું, આ એક ઓકેમાં રેલ્વેને ત્રણ કરોડનું નુકસાન થયું સાથે જ સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરવા પડ્યા. આ ઘટના બાદ સ્ટેશન માસ્ટરે પત્નીથી છૂટાછેડા પણ માગ્યા હતા જેને હાઈકોર્ટે મંજૂર કરી આપ્યા હતા.  

આ પણ વાંચો: VIDEO/ કોલકાતામાં ટ્રેન અકસ્માત, સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઘાયલ

બીજા સ્ટેશન માસ્ટરે ઓકેને ગ્રીન સિગ્નલ સમજી ટ્રેન જવા દીધી

આંધ્રના વિશાખાપટનમના રહેવાસી 40 વર્ષીય સ્ટેશન માસ્ટર છત્તીસગઢમાં ફરજ બજાવી રહ્યા હતા, તેમના લગ્ન છત્તીસગઢના દુર્ગની રહેવાસી મહિલા સાથે થયા હતા. બંને વચ્ચે શરૂઆતથી જ વિવાદ ચાલતો હતો, પતિનો આરોપ હતો કે લગ્ન બાદ પત્ની અન્ય પુરૂષ સાથે સંબંધમાં હતી અને મારી સામે જ તેની સાથે ફોન પર વાત કરતી હતી. 

ટ્રેન નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી ગઈ

એક દિવસ સ્ટેશન માસ્ટર ડયૂટી પર હતા ત્યારે પત્નીનો ફોન આવ્યો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, સ્ટેશન માસ્ટરે પત્નીને સમજાવતા કહ્યું હતું કે 'હું ઘરે આવીને આ મુદ્દે ચર્ચા કરીશ ઓકે.' જોકે તેમની આ ટેલિફોનિક ચર્ચા દરમિયાન નક્સલ પ્રભાવીત દાંતેવાડા જિલ્લાના કામાલૂર રેલ્વે સ્ટેશન પર તૈનાત એક સ્ટેશન માસ્ટર પણ લાઈન પર હતા, પત્નીને ઓકે કહ્યું તેને આ કામાલૂર સ્ટેશનના માસ્ટરે ટ્રેન માટે ગ્રીન સિગ્નલ સમજી લીધુ અને ટ્રેનને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં જવા દીધી.

સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દેવાયા

જ્યારે આ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું તે સમયે ટ્રેનોને નક્સલ વિસ્તારમાં જવાની મનાઈ હોય છે. પરંતુ પત્નીના ઝઘડામાં કહેલા એક ઓકેને ગ્રીન સિગ્નલ સમજીને બીજા સ્ટેશન માસ્ટરે આ પ્રતિબંધિત સમયે ટ્રેનને નક્સલ વિસ્તારમાં જવા દીધી. જેને કારણે રેલ્વેને બાદમાં ત્રણ કરોડનું નુકસાન થયું. બાદમાં ઓકે બોલનારા સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ સ્ટેશન માસ્ટરે બાદમાં પત્નીથી છૂટાછેડાની માગણી કરી હતી. જેને હાઈકોર્ટે મંજૂર કરી હતી. હાઈકોર્ટમાં પોતાની દલીલોમાં સ્ટેશન માસ્ટરે આ સમગ્ર ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો