ભાજપ સાંસદોએ અમને સદનમાં જતા રોક્યા, ધક્કામુક્કી વિવાદ પર રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ
સંસદમાં ધક્કામુક્કી વિવાદને લઇને ભાજપ-કોંગ્રેસના સાંસદો આમને-સામને આવી ગયા છે. આ વિવાદને લઇને લોક

સંસદમાં ધક્કામુક્કી વિવાદને લઇને ભાજપ-કોંગ્રેસના સાંસદો આમને-સામને આવી ગયા છે. આ વિવાદને લઇને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં ભાજપે અદાણીના મુદ્દા પર ચર્ચા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપે શરૂઆતથી જ તેના પર ડિસ્ટ્રેક્શન કરી રહી હતી. તે બાદ ગૃહમંત્રીનું આંબેડકરને લઇને નિવેદન આપ્યું હતું.
ભાજપનો વિચાર આંબેડકર વિરોધી છે. આજે ફરી ભાજપે નવુ ડિસ્ટ્રેક્શન કર્યું. અમે આજે સંસદ જઇ રહ્યાં હતા, સંસદની સીડીઓ પર ભાજપના સાંસદ ડંડા લઇને ઉભા હતા અને અમને અંદર જવા દેતા નહતા. અમે શાંતિથી સંસદ જવા જઇ રહ્યાં હતા, તેમને કહ્યું કે ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઇએ. સાથે જ આંબેડકરના અપમાન પર માફી પણ માંગે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે સંસદમાં રોજ ધરણા કરીએ છીએ, આજ સુધી હિંસા નથી થઇ. અમે દેશવ્યાપી આંદોલન કરીશું. ભાજપ સાંસદોએ મને ધક્કો માર્યો, અમારી મહિલા સાંસદોને ધક્કો માર્યો. સરકારે શાંતિ ભંગ કરી છે. અમારી ઉપર હુમલો કર્યો છે. તે લોકો અમારી મજાક ઉડાવી રહ્યાં હતા.
આ પણ વાંચો: સંસદ અખાડો બની! ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક બીજા પર લગાવ્યો ધક્કામુક્કીનો આરોપ; જાણો શું છે વિવાદ
કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે, હું ગૃહમંત્રી અમિત શાહની આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરી છું. ખડગેએ કહ્યું કે દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ વિશે જે નિવેદન આપ્યું છે, ઘણુ દુ:ખદ છે. વગર ફેક્ટના પ્રેસ કોન્ફરન્સ કરીને પણ ખોટું જ બોલ્યા હતા. સાથે જ કહ્યું કે અત્યાર સુધી ભાજપે બાબાસાહેબ અને પંડિત નેહરૂ વિશે જે પણ કહ્યું છે તે બધુ જૂઠ છે.






