મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોણ લખે છે રાહુલ ગાંધીનું ભાષણ? જેના દમ પર સંસદમાં ભાજપની વધારી રહ્યા છે મુશ્કેલી

લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓ બાદ રાજકીય વિશ્લેષકોમાં તેમના ભાષણની ચર્ચા થઈ રહી છે. ગૃહમાં

કોણ લખે છે રાહુલ ગાંધીનું ભાષણ? જેના દમ પર સંસદમાં ભાજપની વધારી રહ્યા છે મુશ્કેલી

લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓ બાદ રાજકીય વિશ્લેષકોમાં તેમના ભાષણની ચર્ચા થઈ રહી છે. ગૃહમાં પણ તેમના ભાષણની તેમણે ઉઠાવેલા મુદ્દાઓની પ્રશંસા થઈ રહી છે. વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ રાહુલ ગાંધીની જવાબદારી વધી ગઈ છે. તેઓએ હવે ઘણા મુદ્દાઓ પર વિપક્ષના દૃષ્ટિકોણનું નેતૃત્વ કરવું અને પહેલ કરવી જરૂરી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરીને ઘેરી રહ્યા છે. 

રાહુલ ગાંધીની સ્પીચ તૈયાર થવા પાછળ તેમનું મોટું બેકગ્રાઉન્ડ છે જે પડદા પાછળ રાહુલ ગાંધીની દરેક જવાબદારી સંભાળે છે. રાહુલ ગાંધીની ટીમમાં ખડગે, કેસી વેણુગોપાલ,સુનિલ કાનુગોલુ, અલંકાર સવાઈ, કૌશલ વિદ્યાર્થી સહિત આ બધા નેતાઓ સામેલ છે. 

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. ખડગે લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા એલાયન્સની રચના પાછળ પ્રેરક બળ છે. સંસદ સત્ર દરમિયાન તેઓ તેમની ટીમની મદદથી વિપક્ષ માટે ફ્લોર સ્ટ્રેટેજી નક્કી કરે છે.

કેસી વેણુગોપાલ

રાહુલ ગાંધીના સૌથી વિશ્વાસુ લોકોમાંના એક એટલે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ. તેઓ 2017 કોંગ્રેસના મહાસચિવ બન્યા અને ગોવા અને કર્ણાટક જેવા રાજ્યોનો હવાલો સંભાળ્યો. તેમણે ઘણી વખત મુશ્કેલીમાં પાર્ટીને સંભાળી છે.

અલંકાર સવાઈ

ICICI બેંકના ભૂતપૂર્વ કર્મચારી અલંકાર સવાઈ ઘણા વર્ષોથી રાહુલ ગાંધી સાથે કામ કરી રહ્યા છે. અલંકાર સવાઈને  રાહુલ ગાંધીની આંખ અને કાન ગણાય છે. રાહુલને મળવાની મંજૂરી પણ તેમની પાસેથી લેવી પડે છે.

કૌશલ વિદ્યાર્થી

બિહારના ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ કૌશલ વિદ્યાર્થી રાહુલ ગાંધીના ખૂબ જ નજીક છે. 2019માં તે રાહુલ ગાંધીના સત્તાવાર ખાનગી સચિવ હતા. તેઓ મોટાભાગે સંસદના સત્રો અથવા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સાથે જોવા મળે છે. તેઓ રાહુલ ગાંધી અને અન્ય રાજકીય નેતાઓ વચ્ચેની કડીનું કામ કરે છે. મોટેભાગે  કૌશલ જ રાહુલ ગાંધીનું ભાષણ તૈયાર કરે છે.

સુનિલ કાનુગોલુ

ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કનુગોલુએ 2022માં કોંગ્રેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ 2024 માટે કોંગ્રેસના ચૂંટણી ટાસ્ક ફોર્સનો ભાગ રહી ચૂક્યા છે. કોંગ્રેસ માટે કર્ણાટક અને તેલંગાણા વિધાનસભા જીત અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટેનો શ્રેય તેમને જાય છે. કોંગ્રેસ સાથે કામ કરતા પહેલા તેઓ પ્રશાંત કિશોર સાથે જોડાયેલા હતા.

કેબી બાયજુ

પૂર્વ એસપીજી અધિકારી કેબી બાયજુએ 2010માં નોકરી છોડીને રાહુલ ગાંધીની ટીમમાં જોડાયા હતા. બાયજુ રાહુલ ગાંધીની સમગ્ર લોજિસ્ટિક્સ અને પ્રવાસનું આયોજન-યોજનાઓ તૈયાર કરે છે. 

બી શ્રીવત્સ

 રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર શું લખવું તે વિશે બી શ્રીવત્સ પોતાનો અભિપ્રાય આપે છે. તેઓ 2021થી રાહુલની ટીમમાં જોડાઈને સોશિયલ મીડિયા સંભાળે છે.

મણિકમ ટાગોર

તમિલનાડુના ત્રણ વખતના લોકસભા સાંસદ હાલ લોકસભામાં કોંગ્રેસના વ્હીપ છે. દક્ષિણ ભારતમાંથી રાહુલ ગાંધીને ઇનપુટ્સ આપનારા અને યુવાવયથી કોંગ્રેસી અને રાહુલ ગાંધીના વિશ્વાસુ ક્ષેત્રીય કાર્યકર્તા છે. 
 
ગૌરવ ગોગોઈ

લોકસભામાં વિરોધ પક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈ સાંસદ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળથી જ ગાંધીજીની નજીક છે. સંસદમાં કોંગ્રેસના અગ્રણી અવાજોમાંના એક મનાચા ગોગોઈને રાહુલનું સમર્થન રહે છે.

સામ પિત્રોડા

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા દાયકાઓથી ગાંધી પરિવારની નજીક છે.  પિત્રોડા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર નજર રાખે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન પિત્રોડાએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ કોંગ્રેસના વિદેશ વિભાગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે પાછા પ્રમુખ બની ગયા છે.

આ સમાચાર શેર કરો