Video: રાહુલ ગાંધી 16થી 19 નવેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે, રાજકીય વિવાદો વચ્ચે પ્રવાસ પર સૌની નજર

સોર્સ: gstv

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિદેશ પ્રવાસે જવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી 16થી 19 નવેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે જશે. 17 નવેમ્બરે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી અને 18 નવેમ્બરે યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત અને સંવાદ કરે તેવી શક્યતા છે. 19 નવેમ્બરે તેઓ ભારત પરત ફરે તેવી સંભાવના છે. વિયેતનામ અને થાઈલેન્ડના તાજેતરના પ્રવાસ બાદ રાહુલ ગાંધીનો આ અમેરિકાનો પ્રવાસ રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે. અગાઉના વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેમના નિવેદનોને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી જોવા મળી હતી. વર્ષ 2023, 2024 અને 2025ના અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય લોકશાહી, ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારની કામગીરી અંગે નિવેદનો આપ્યાં હતાં, જેને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત