મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'બેરોજગારીની બીમારી ભારતમાં...' ગુજરાતના વાયરલ વીડિયો પર રાહુલ ગાંધીએ મોદી સરકારને લીધી આડેહાથ 

ગુજરાતના ભરૂચમાં એક ખાનગી કંપનીના નોકરીના ઈન્ટરવ્યૂ માટે ભીડનો અને

'બેરોજગારીની બીમારી ભારતમાં...' ગુજરાતના વાયરલ વીડિયો પર રાહુલ ગાંધીએ મોદી સરકારને લીધી આડેહાથ 

ગુજરાતના ભરૂચમાં એક ખાનગી કંપનીના નોકરીના ઈન્ટરવ્યૂ માટે ભીડનો અને નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કંપનીમાં 5 જગ્યાની વેકેન્સી માટે નોકરી મેળવવા 1000થી વધુ યુવાનો ઈન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા. ભરચક ભીડ અને નાસભાગ જેવી સ્થિતિ વીડિયોમાં જોઈ શકાય છે. એવામાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વાયરલ વીડિયો પર ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ભારતમાં બેરોજગારીની બીમારીએ મહામારીનું સ્વરૂપ લીધું છે.
 
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આ હુમલો ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી વાયરલ થઈ રહેલા વીડિયોને અંગે સરકારને આડેહાથ લેતા લખ્યું, 'ભારતમાં બેરોજગારીનો રોગ મહામારીનું રૂપ ધારણ કરી ચૂક્યો છે અને ભાજપ શાસિત રાજ્યો આ રોગનું એપીસેન્ટર બની ગયા છે.' એક સામાન્ય નોકરી માટે લાઈનોમાં ઊભા રહી ધક્કા ખાતું 'ભારતનું ભવિષ્ય' નરેન્દ્ર મોદીના 'અમૃત કાલ'ની વાસ્તવિકતા છે. 

એક ખાનગી કંપનીમાં 5 જગ્યા માટે 1000 અરજી

ગુજરાતમાં એક વાયરલ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા. અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં 5 પોસ્ટની ખાલી જગ્યા માટે લગભગ 1000 યુવાનોએ અરજી કરી હતી. 10 સ્થળોએ યોજાયેલા ઈન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. પરિણામે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. ઇન્ટરવ્યૂ માટે થયેલી ભીડમાં થઈ ધકકા મુક્કી થઈ હતી. ભીડ એટલી ભારે હતી કે, હોટેલની રેલીંગ તૂટી ગઈ હતી. 

થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યૂનું આયોજન થયું હતું. માત્ર થોડા સમયમાં અરજદારોની ભીડે રેલીંગ તોડી, આશરે 1800 અરજદારોમાં માત્ર ગણતરી સમયમાં જ ઉમટી આવી હતી. ગણતરીના જ એમ્પલોય લેવાના હોય તો એ સુવિધાના અભાવ અહીં સ્પષ્ટ દેખાય આવે છે કે, ઝઘડિયાની ખાનગી કંપનીના અરજદારો માટે કોઈ સુવિધા કરવામાં આવી નહોતી. 

જણાવી દઈએ કે, કેમિકલ ફેક્ટરીમાં શિફ્ટ ઇન્ચાર્જ અને પ્લાન્ટ ઓપરેટર સહિતની વિવિધ જગ્યાઓ માટે વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોની જગ્યા ખાલી હતી. જેના માટે કંપનીએ એક હોટેલમાં વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું. આ પદ માટે બી.ઈ. સહિતના વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી હતી. જેના માટે ઈન્ટરવ્યૂ આપવા માટે ઉમેદવારોની ભારે ભીડ પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડને કારણે હોટલની રેલિંગ વાંકી પડી હતી, જેના કારણે એક યુવક પડી ગયો હતો અને નજીકના વાહનોને નુકસાન થયું હતું.

આ સમાચાર શેર કરો