મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

video: 'કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને આતંકી ગણાવ્યા', MSP મુદ્દે રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો અવાજ

18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો

video: 'કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને આતંકી ગણાવ્યા', MSP મુદ્દે રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો અવાજ

18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે ખેડૂતોના મુદ્દે મોદી સરકારને આડેહાથ લીધી હતી. જણાવી દઈએ કે, સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. 

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોનો મુદ્દો ઉઠાવી સત્તાપક્ષની ચૂપ કરાવી દીધી હતી. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોની જમીન સંપાદન અને એમએસપીનો મુદ્દો ઉઠાવી મોદી સરકારને ઘેરતા કહ્યું કે, ખેડૂતો માટે અમે જે જમીન સંપાદન બિલ બનાવ્યું હતું તે યોગ્ય વળતર અપાવવા માટે હતું. તમે તેને રદ કરી દીધું. સત્તા પક્ષ તરફથી ઓથેન્ટિકેટ કરવાની માગ પર રાહુલે કહ્યું કે એ પણ કરી દઈશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોને ડરાવવા માટે તમે ત્રણ કાયદા લાવ્યા. વડાપ્રધાને કહ્યું કે આ કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. જોકે સત્ય તો એ હતું કે અંબાણી - અદાણીને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા લવાયા હતા. ખેડૂતો માર્ગો પર ઉતરી ગયા, તમે ખેડૂતો સાથે વાત પણ ના કરી. તમે એમને ગળે ન લગાવ્યા. ઉલટાનું તમે ખેડૂતોને આતંકી ગણાવ્યા.

તમે કહો છો કે આ બધા આતંકી છે. રાહુલ ગાંધીને વચ્ચે અટકાવતા અમિત શાહે કહ્યું કે આ મામલાને ઓથેન્ટિક કરો. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ખેડૂતો માટે ગૃહમાં મૌન રાખવાની વાત કરી પણ સત્તા પક્ષથી એ પણ ના થયું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતોએ માગણી કરી કે જો ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ થઈ શકતી હોય તો કૃપા કરીને અમને પણ થોડું આપો. ખેડૂતોએ એમએસપી માંગી. તો તમે કહ્યું કે, નહીં મળે. આ મુદ્દે સરકાર વતી શિવરાજ સિંહ ચૌહાણે વાંધો ઉઠાવતા કહ્યું કે, તેઓ ખોટા નિવેદનો કરી રહ્યા છે. MSP પર ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે. જ્યારે તમારી સરકાર હતી ત્યારે MSP પર કેટલી ખરીદી કરવામાં આવી હતી. તમે સાબિત કરો કે એમએસપી પર ખરીદી નથી થતી. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, એમએસપી  સાથે કાયદાકીય ગેરંટી સર.. માત્ર એમએસપી નહીં.

આ સમાચાર શેર કરો