મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘ભાજપ લોકસભા ચૂંટણીમાં 150 બેઠક જ જીતશે, દરેક રાજ્યમાં INDIA ગઠબંધન મજબૂત’- રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીને લઇને ઇન્ડિયા અલાયન્સના સહયોગી સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસના નેતાઓએ ગાઝિયબાદ

‘ભાજપ લોકસભા ચૂંટણીમાં 150 બેઠક જ જીતશે, દરેક રાજ્યમાં INDIA ગઠબંધન મજબૂત’- રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીને લઇને ઇન્ડિયા અલાયન્સના સહયોગી સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસના નેતાઓએ ગાઝિયબાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર ચૂંટણી ના લડવા સહિત અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

મજબૂત થઇ રહ્યો છે ઇન્ડિયા બ્લૉક

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું કહેવું હતું કે હું બેઠકોની ભવિષ્યવાણી નથી કરતો. 15-20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપ 180 બેઠક જીતશે પરંતુ હવે મને લાગે છે કે તેમણે 150 બેઠક જ મળશે. અમને દરેક રાજ્યમાંથી રિપોર્ટ મળી રહ્યો છે કે ઇન્ડિયા બ્લૉક મજબૂત થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અમારૂ ગઠબંધન ઘણુ મજબૂત છે અને અમે સારૂ પ્રદર્શન કરીશું.

અમેઠી છોડીને વાયનાડ કેમ ગયા?

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, મને અંદાજો થઇ જાય છે કે કેટલાક સવાલ ભાજપવાળા હશે પરંતુ હું તે સવાલોનો જવાબ આપવા માટે પણ તૈયાર છું. રાહુલ ગાંધીને પ્રથમ સવાલ પૂછવામાં આવ્યો કે દિલ્હીની જગ્યાએ આ પ્રેસ કોન્ફરન્સ યુપીના ગાઝિયબાદમાં કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન માટે ઉમેદવાર પણ ગુજરાત છોડીને યુપી આવી રહ્યાં છે પરંતુ તમે યુપી (અમેઠી) છોડીને વાયનાડ કેમ જતા રહ્યાં? રાહુલ ગાંધીએ ટોકતા કહ્યું કે, આ સવાલ ભાજપવાળો છે.

રાહુલ ગાંધીએ રિપોર્ટર પર કર્યો કટાક્ષ

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તે અમેઠી કે રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે? કોંગ્રેસના નેતાએ જવાબ આપતા કહ્યું, આ ભાજપનો સવાલ છે. ઘણુ સારૂ, શાબાસ. જોકે, મને જે પણ આદેશ (પાર્ટીનો) મળશે, હું તેનું પાલન કરીશ. અમારી પાર્ટીમાં આ બધુ (ઉમેદવારોની પસંદગી)નો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી તરફથી લેવામાં આવે છે.

આ સમાચાર શેર કરો