પૂણે અકસ્માત કેસમાં સગીર આરોપીની માતાની ધરપકડ, પુત્રને બચાવવા બદલ્યું હતું બ્લડ સેમ્પલ
મહારાષ્ટ્રના પૂણેમાં પોર્શ કાર કેસમાં સગીર આરોપીની માતાની ધરપકડ કરવામાં આવી છે. પૂણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે ત

મહારાષ્ટ્રના પૂણેમાં પોર્શ કાર કેસમાં સગીર આરોપીની માતાની ધરપકડ કરવામાં આવી છે. પૂણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે તેની જાણકારી આપી છે. સગીર આરોપીની માતા પર પુત્રનું બ્લડ સેમ્પલ બદલવાનો આરોપ છે.
પોલીસે કોર્ટમાં કહ્યું કે સગીર આરોપીનું બ્લડ સેમ્પલ તેની માતાએ પોતાના બ્લડ સેમ્પલથી બદલી નાખ્યુ હતું જેથી એમ બતાવી શકાય કે ઘટનાના સમયે તે નશામાં નહતો. કેટલાક દિવસ પહેલા જ આરોપીની માતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેને પોલીસને વિનંતી કરી હતી કે તે તેના પુત્રની રક્ષા કરે. આરોપીની માતાએ વીડિયોમાં કહ્યું હતું કે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે તેના પુત્રનો નથી પણ બીજા કોઇનો છે.
અત્યાર સુધી 11 લોકોની ધરપકડ
પૂણેના કલ્યાણી નગર વિસ્તારમાં 18-19 મેની રાત્રે એક સગીર બાળકે પોર્શ કારથી આઇટી સેક્ટરમાં કામ કરનારા બાઇક સવાર યુવક-યુવતીને ટક્કર મારી હતી જેને કારણે બન્નેનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટનાના સમયે આરોપી નશામાં હતો અને ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો. આ ઘટનામાં આરોપીની માતા સહિત અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સગીરાના પિતાને 21 મે અને દાદાને 25 મેએ ધરપકડ કરવામાં આવી હતી.
આ સિવાય સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટર, એક સ્ટાફ અને પબના માલિક-મેનેજર અને સ્ટાફ સહિત આઠ લોકો સામેલ છે. મહત્ત્વપૂર્ણ છે કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB)એ સગીરને પાંચ જૂન સુધી બાલ સુધાર ગૃહમાં મોકલ્યો છે.








