મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગ્લેમર, બ્યુટી અને નેતા.. સંસદમાં જોવા મળ્યો પ્રિયંકા-કંગના અને કલ્યાણ બેનર્જીનો રમૂજી ત્રિવેણી સંગમ

સંસદ પરિસર હલલબોલ વિરોધ પ્રદર્શનની તસવીર અને વીડિયો તો અનેક વાર આપણે જોયા પરં

ગ્લેમર, બ્યુટી અને નેતા.. સંસદમાં જોવા મળ્યો પ્રિયંકા-કંગના અને કલ્યાણ બેનર્જીનો રમૂજી ત્રિવેણી સંગમ

સંસદ પરિસર હલલબોલ વિરોધ પ્રદર્શનની તસવીર અને વીડિયો તો અનેક વાર આપણે જોયા પરંતુઆજે જએ તસવીર સામે આવી છે તે જોઈ તમે પણ ચોંકી જશો. બુધવારે ત્રણ અલગ અલગ પક્ષોના સાંસદો વચ્ચે હાસ્ય અને મસ્તીની હળવી ક્ષણો કેમેરામાં કેદ થઈ હતી. જે સાંસદોમાં ચર્ચાનો વિષય બની રહી છે. વાત કરી તો નવી સંસદના મકર દ્વારથી ગૃહ તરફ જઈ રહેલા TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ અચાનક અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને ગેટ પર જોઈ, પછી તેમણે હળવાશથી કહ્યું, આજે મારા માટે સારો દિવસ છે, ભારતની બ્યુટી કવીન પણ અહીં છે. જેના પર કંગનાએ હસતાં હસતાં જવાબ આપ્યો, "અરે દાદા, એવું નથી."

પ્રિયંકા ગાંધી પણ સાથે જોવા મળ્યા 

કંગના અને કલ્યાણની ચર્ચા વચ્ચે, અચાનક કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી ગુલાબી સાડીમાં મકર દ્વારમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે કલ્યાણ બેનર્જીએ પ્રિયંકા તરફ ફરીને હસતાં હસતાં કહ્યું, સૌથી ગ્લેમરસ લેડી. આ સાંભળીને પ્રિયંકા હસવા લાગી અને કલ્યાણ બેનર્જીને કહ્યું, ના ના, હું ગ્લેમરસ નથી. કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર કહ્યું, તમે છો. ના, હું નહીં... આ કહી રહી છું, પ્રિયંકા હસીને પોતાની કાર તરફ ચાલી ગઈ.

જો કે આ પછી ફરી એકવાર TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપ સાંસદ કંગના વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. કંગના પોતાની કારની રાહ જોઈ રહી હતી. પછી કલ્યાણે હસતાં હસતાં કંગનાને ફરીથી કહ્યું, તમે બ્યુટી ક્વીન છે. આના પર કંગનાએ હસતાં હસતાં કલ્યાણ બેનર્જીને કહ્યું કે તમારો જોરદાર અવાજ આખા ગૃહમાં ગુંજે છે, તમે એક મોટા નેતા છો. પછી બંને હસ્યા અને પોતપોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યા.

આ સમાચાર શેર કરો