પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાનની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કન્ફર્મ, જાણો કોણ છે પરિવારની ભાવિ પુત્રવધૂ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના ઘરે લગ્નના ઢોલ વાગવાના છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાનની તેની ગર્લફ્રેન્ડ અવિવા સાથે સગાઈ કન્ફર્મ થઈ ગઈ છે. વાડ્રા પરિવારની ભાવિ પુત્રવધૂનું નામ અવિવા બેગ છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાની જલ્દી જ સગાઈ થવાની છે. બંને પરિવારો સગાઈ માટે સંમત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેહાન વાડ્રાએ તાજેતરમાં જ તેની સાત વર્ષ જૂની ગર્લફ્રેન્ડ અવિવા બેગને પ્રપોઝ કર્યું હતું. જેણે તેનું પ્રપોઝલ સ્વીકારી લીધું છે. બંને પરિવારોએ આ સંબંધને મંજૂરી આપી છે. અવિવા બેગ અને તેનો પરિવાર દિલ્હીનો રહેવાસી છે. સગાઈની તારીખ હજુ સુધી નક્કી નથી થઈ.
રેહાન રાજકારણથી દૂર રહે છે
રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીનો પુત્ર રેહાન વાડ્રા હજુ સુધી રાજકારણમાં નથી પ્રવેશ્યો. તે રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે ભવિષ્ય જ કહેશે. જોકે, તેની હાલની રુચિઓ એક અલગ ક્ષેત્રમાં છે. રેહાનને આર્ટમાં રસ છે. તે 25 વર્ષનો છે, તેનો જન્મ 29 ઓગસ્ટ, 2000ના રોજ થયો હતો. જોકે રેહાન જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તે ચોક્કસ રાજકીય પ્રસંગોએ મીડિયા કેમેરામાં કેદ થયો છે.
રેહાન વાડ્રા શું કરે છે?
રેહાનને બાળપણથી જ આર્ટ અને ફોટોગ્રાફીમાં રસ છે. તે પોતાની ક્ષમતાઓ દ્વારા પોતાને અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. રેહાનને ટ્રાવેલ અને નેચર ફોટોગ્રાફીમાં ખાસ રસ છે, જે તે સોશિયલ મીડિયા પર શેર કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, રેહાન વ્યવસાયે ઈન્સ્ટોલેશન અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. રેહાન વાડ્રા "ડાર્ક પર્સેપ્શન" નામનું પોતાનું પહેલું સોલો એક્સીબિશન પણ યોજી ચૂક્યો છે. વધુમાં, તે કોલકાતામાં "ધ ઈન્ડિયા સ્ટોરી" નામનું પોતાનું એક્સીબિશન યોજી ચૂક્યો છે. રેહાનનું બીજું એક્સીબિશન ડિસેમ્બર 2022માં યોજાયું હતું, જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.
રેહાને શેનો અભ્યાસ કર્યો છે?
રેહાન વાડ્રાએ દિલ્હી, દેહરાદૂન અને લંડન (SOAS યુનિવર્સિટી) માંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તે વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.

