Video: પૂર્વ CDS અનિલ ચૌહાણનું વિશેષ વ્યાખ્યાન

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ખાતે ભારતની વ્યૂહાત્મક સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 'સ્ટ્રેટેજિક કલ્ચર ઓફ ઇન્ડિયા એન્ડ નેશનલ સિક્યુરિટી' વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વ્યાખ્યાનમાં ભારતની વ્યૂહાત્મક સંસ્કૃતિ, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જાહેરાત







