Video: નેપાળના વડાપ્રધાન બાલેન શાહ ભારતની મુલાકાતે

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ હાલમાં ભારતની મુલાકાતે છે..આ મુલાકાતના બીજા દિવસે આજે રાષ્ટ્રપતિ ભવનમાં બાલેન શાહનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ બાલેન શાહને ભેટીને આવકાર્યા હતા. વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતથી બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે..આ મુલાકાતથી આશા જાગી છે કે નેપાળ અને ભારત વચ્ચે અગ્નિવીર યોજના અંગે કોઈ સહમતિ બનશે અને નેપાળી યુવાનો માટે ભારતીય સેનામાં ભરતીનો માર્ગ ફરી ખુલશે. નેપાળ હાલમાં આર્થિક મદદ ઈચ્છે છે. ઓગસ્ટ 2026માં ત્યાં આવેલા પૂર અને ભૂસ્ખલનથી મોટાપાયે નુકસાન થયું હતું. અસરગ્રસ્ત વિસ્તારોને ફરીથી વસાવવા અને જરૂરી સુવિધાઓ શરૂ કરવા માટે નેપાળને મોટી રકમની જરૂર છે. આ જ કારણે તેણે ભારત પાસે આશરે 2 અબજ ડોલર એટલે કે લગભગ 18 હજાર કરોડ રૂપિયાની મદદ માંગી છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, નેપાળ ઈચ્છે છે કે તેને સરળ શરતો પર લોન અને આર્થિક મદદ મળે. આ નાણાંનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારોને ફરીથી વસાવવા અને વિકાસ પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.












