Video: કાશ્મીર મેરાથોન 2026 માટે તૈયારીઓ પુરજોશમાં

શ્રીનગરમાં કાશ્મીર મેરાથોન 2026ને લઈને તંત્ર અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘાટીમાં સ્પોર્ટ્સ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ભવ્ય મેરાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માટેની તૈયારીઓ આખરી ઓપમાં છે. આ ઇવેન્ટ અંગે ટૂરિઝમ કાશ્મીરના ડિરેક્ટર સૈયદ કમર સજ્જાદે જણાવ્યું કે આ મેરાથોનથી સ્થાનિક પ્રવાસનને નવો વેગ મળશે. બીજી તરફ એથ્લેટ આહિલ વાની અને અમન સહિતના સ્થાનિક ખેલાડીઓમાં પણ ભારે રોમાંચ છે. આ આયોજનથી કાશ્મીરમાં રમતગમતની સાથે સાથે વૈશ્વિક સ્તરે ટૂરિઝમ ક્ષેત્રે પણ એક નવો અધ્યાય શરૂ થશે.






