Video: મણિપુરમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન 17 ઝડપાયા

મણિપુરના સિનાઈ કેમ્પ ખાતે પોલીસ, સીઆરપીએફ અને કોબ્રા કમાન્ડો દ્વારા એક વિશાળ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એસઓઓ કૅડરના નામે નકલી ઓળખ આપી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી 24 હથિયારો અને વિશાળ માત્રામાં જીવંત દારૂગોળો જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ બોગસ ઓળખનો ઉપયોગ કરીને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેના અને પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી વિસ્તારમાં મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે અને હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે.






