પ્રશાંત કિશોરે કહ્યું, '400 પારના કારણે ભાજપને થયું નુકસાન, હવે ચૂંટણીમાં બેઠકોની આગાહી નહીં કરું’
ભાજપની બેઠકો ઘટવા પાછળના કારણોનો ઉલ્લેખ કરતાં પ્રશા

ભાજપની બેઠકો ઘટવા પાછળના કારણોનો ઉલ્લેખ કરતાં પ્રશાંત કિશોરે કહ્યું, 'જેણે પણ '400 પાર'નું આ સ્લોગન લખ્યું છે, આ સ્લોગનમાં કંઈ ખોટું નથી પરંતુ તે અધૂરું સ્લોગન છે. '400 પાર' છે પણ શેના માટે? તેમને આને અધૂરું છોડી દીધું. જે રીતે 2014માં સૂત્ર આપવામાં આવ્યું હતું કે, 'બહુ થઇ મોંઘવારી, આ વખતે મોદી સરકાર' તેનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે મોદી સરકાર, કેમ કે મોંઘવારી છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને NDA ગઠબંધન 293 બેઠકો સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સે 234 સીટો જીતી છે. આ આંકડા એક્ઝિટ પોલના પરિણામો અને ચૂંટણી વિશ્લેષકોના અંદાજોથી તદ્દન અલગ છે. આ અંગે એક પ્રાઇવેટ ન્યુઝ ચેનલે રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોર સાથે વાત કરી હતી.
ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે જણાવ્યું કે ભાજપની સીટોમાં ઘટાડો થવા પાછળના કારણો શું છે. તેમને એ પણ સ્વીકાર્યું કે ચૂંટણી પરિણામોને લઈને તેમની આગાહીઓ પણ ખોટી સાબિત થઈ છે. આ દરમિયાન તેમણે બીજેપીના '400ને પાર કરવાના' નારાનો પણ ઉલ્લેખ કર્યો.
'જેને 400 પારનું સૂત્ર લખ્યું...'
ભાજપની બેઠકો ઘટવા પાછળના કારણોનો ઉલ્લેખ કરતાં પ્રશાંત કિશોરે કહ્યું, 'જેણે પણ '400 પાર'નું આ સ્લોગન લખ્યું છે, આ સ્લોગનમાં કંઈ ખોટું નથી પરંતુ તે અધૂરું સ્લોગન છે. '400 પાર' છે પણ શેના માટે? તેમને આને અધૂરું છોડી દીધું. જે રીતે 2014માં સૂત્ર આપવામાં આવ્યું હતું કે, 'બહુ થઇ મોંઘવારી, આ વખતે મોદી સરકાર' તેનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે મોદી સરકાર, કેમ કે મોંઘવારી છે.
'400 પારના સૂત્રોચ્ચારથી થયું નુકસાન'
તેમને વધુમાં કહ્યું કે, 'ભાજપે આ વખતે કહ્યું '400 પાર' તો સમાજે તેને ઘમંડ તરીકે લીધો જેનો વિપક્ષે એવું કહીને ફાયદો ઉઠાવ્યો કે તેઓ બંધારણ બદલશે. પાર્ટીનું સ્લોગન કોણે લખ્યું છે તે નહોતું જણાવ્યું કે તે 400 પાર કેમ? પ્રશાંત કિશોરે કહ્યું કે '400 પાર'ના નારાથી ભાજપને દરેક જગ્યાએ નુકસાન થયું છે.
'કર્મચારીઓ સાંસદથી નારાજ હતા'
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું, 'ભાજપની સૌથી નબળી કડી તેની મોદી પર વધુ પડતી નિર્ભરતા છે. કાર્યકર્તાએ કહ્યું કે 400 સીટો આવી રહી છે, તેમને (સાંસદો)ને પાઠ ભણાવવો પડશે. તમે મારા વિસ્તાર આરા, આરકે સિંહનું ઉદાહરણ લઈ શકો છો. તમે કોઈને પૂછો તો લોકો કહે છે કે તેમને સારું કામ કર્યું, તે એક સારા મંત્રી હતા, પરંતુ કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા કારણ કે તે કાર્યકર્તાઓને ભાવ પણ નહતા આપતા.
વારાણસીનું ઉદાહરણ આપ્યું
પ્રશાંત કિશોરે કહ્યું, 'ભાજપ સમર્થકોને લાગ્યું કે તેઓ ચોક્કસપણે જીતી રહ્યા છે. ત્યાં કોઈ હેતુ ન હતો કારણ કે 400 પહેલેથી જ જીતી રહ્યા હતા. ઊલટું, જેઓ ભાજપ અને મોદીની વિરુદ્ધ હતા, તેમનો ઉદ્દેશ્ય હતો કે આપણે તેમને ગમે તે રીતે રોકવાના છે. ચાલો હું તમને વારાણસીનું ઉદાહરણ આપું. 2014ની સરખામણીમાં મોદીની પોતાની સીટ પરના વોટ શેરમાં માત્ર 2 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ માર્જિન નોંધપાત્ર રીતે નીચે આવ્યું કારણ કે તેમના પ્રતિસ્પર્ધીનો વોટ શેર 20.9 થી વધીને 41 ટકા થયો હતો.
'અમે માનીએ છીએ કે અમારા નંબર ખોટા સાબિત થયા'
પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે, તમે કહ્યું હતું કે ભાજપ 303 સીટોના 2019ના આંકડાની બરાબર અથવા તેનાથી વધુ લાવી શકે છે, તમે ખોટા સાબિત થયા હતા, તમે કહ્યું હતું કે કોંગ્રેસ 100થી ઓછી સીટો જીતે તેવી શક્યતા છે, તમે ખોટા સાબિત થયા પશ્ચિમ બંગાળમાં ભાજપ નંબર-1 પાર્ટી તરીકે ઉભરી આવશે, તમે ખોટા સાબિત થયા. તમે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભાજપ આટલી બધી બેઠકો ગુમાવશે નહીં પરંતુ તમે ખોટા સાબિત થયા. શું આ એક પાઠ છે કે તમે વ્યૂહરચનાકાર છો પરંતુ સંખ્યાઓમાં ન આવશો (કેટલી બેઠકો આવશે તેની આગાહી).
જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું, 'કોઈ પણ ખોટું હોઈ શકે છે. અખિલેશ યાદવ જે આ ચૂંટણીમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. તેમને કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં 400 સીટો આવશે પરંતુ 125 આવી. આનો અર્થ એ નથી કે અખિલેશે પોતાની રાજકીય સમજ અને પકડ ગુમાવી દીધી છે. અમિત શાહે કહ્યું કે બંગાળમાં 200 સીટો આવશે, પરંતુ આવી નથી, તેનો મતલબ એવો નથી કે અમિત શાહ રાજકારણને સમજતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં અમારી બહુમતીની સરકાર આવી રહી છે, અમે 200 સીટો જીતવાના છીએ, મધ્યપ્રદેશ ખરાબ રીતે હારી ગયું. આનો અર્થ એવો નથી કે રાહુલ ગાંધીને રાજકીય સમજ નથી. આ ચૂંટણીમાં પણ અમે માનીએ છીએ કે અમારા આંકડા ખોટા સાબિત થયા છે પરંતુ જે લોકો કહેતા હતા કે ભાજપને માત્ર 180 સીટો મળશે તે પણ ખોટા સાબિત થયા છે.
ચૂંટણી રણનીતિકાર અને વિશ્લેષક પ્રશાંત કિશોરે સ્વીકાર્યું છે કે તેમને 2024ની ચૂંટણીની આગાહી કરવામાં મોટી ભૂલ કરી હતી. તેમને કહ્યું કે તેઓ ચૂંટણી પૂર્વેની આગાહી કરવામાં પોતાની ભૂલો માટે માફી માંગવા તૈયાર છે. તેમને એમ પણ કહ્યું કે હવે ભવિષ્યમાં તેઓ આવી ભૂલ નહીં કરે અને ચૂંટણીમાં બેઠકોની આગાહી પણ નહીં કરે.







