Video: ગોવાના યુવા નેતૃત્વને પ્રમોદ સાવંતના નેતૃત્વમાં પૂરો ભરોસો, 'વિકસિત ગોવા 2037'નો રોડમેપ થશે સાકાર: નીતિન નવીન

ગોવાની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય નેતા નીતિન નવીને રાજ્યના યુવા મોરચા અને યુવા નેતૃત્વ સાથે એક વિશેષ બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું કે, તેઓ અહીં માત્ર કોઈ રાજકીય ‘મંત્ર’ આપવા નહોતા આવ્યા, પરંતુ રાજ્યના તેજસ્વી યુવાનો પાસેથી ઘણું નવું શીખવાની તક તેમને મળી છે.
નીતિન નવીને યુવાનોને પક્ષ અને દેશનું ગૌરવ ગણાવતા કહ્યું કે, ગોવાના ગૌરવ અને પ્રગતિને નવી ઊંચાઈએ લઈ જવા માટે યુવાનો કઈ દિશામાં આગળ વધવા માગે છે, તે અંગે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, રાજ્ય સરકાર તેમજ સંગઠન પાસેથી યુવાનોની શું અપેક્ષાઓ છે, તે મુદ્દાઓ પણ ખુલ્લા મને સાંભળવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની કાર્યશૈલીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ગોવાનું યુવા નેતૃત્વ સીએમ પ્રમોદ સાવંતના શાસન અને કામકાજથી અત્યંત સંતુષ્ટ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રમોદ સાવંતના નેતૃત્વ હેઠળ વર્ષ 2037 સુધીમાં 'વિકસિત ગોવા'ના સંકલ્પનો રોડમેપ સંપૂર્ણપણે સાકાર થશે.











