મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: અનેક રાજ્યોમાં જાહેર થયું વરસાદનું એલર્ટ

સોર્સ: gstv

વાવાઝોડાના પ્રભાવથી આંધ્રપ્રદેશના અનકાપલ્લી, વિશાખાપટ્ટનમ, કાકીનાડા અને કોનાસીમા જિલ્લાઓમાં કેટલીય જગ્યાએ ભારે વરસાદ વરસ્યો હતો..સબંધિત જિલ્લાના અધિકારીઓએ તેજ પવનો અને ભારે વરસાદની માહિતી આપી છે. કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર છે. કાકીનાડા જિલ્લાના બોમ્બે કટ્ટા વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયાનું પાણી ભરાઈ જવાથી ચાર લોકો પૂરમાં ફસાઈ ગયા હતા. જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો સવારે ડ્યુટી પર પહોંચ્યા હતા, પરંતુ તેમના રોકાવાના સ્થળની ચારેય બાજુ પાણી ભરાઈ ગયું અને બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો. માહિતી મળતાં પોલીસે બચાવ અભિયાન ચલાવ્યું અને ચારેયને સુરક્ષિત બહાર કાઢીને વાહન દ્વારા તેમના ઘરે મોકલી દીધા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તોફાનની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી મર્યાદિત રહેશે નહીં. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.

આ સમાચાર શેર કરો