પ્રજ્વલના ભાઈ સૂરજ રેવન્નાની પણ સેક્સ સ્કેન્ડલમાં ધરપકડ, JDS કાર્યકર સાથે યૌન શોષણ કર્યાનો આરોપ
કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજ રેવન્નાની પણ હસન પોલીસે ધરપકડ

કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજ રેવન્નાની પણ હસન પોલીસે ધરપકડ કરી છે. સૂરજ પર JDS કાર્યકર સાથે અકુદરતી સેક્સ કરવાનો આરોપ છે. કર્ણાટકમાં પોલીસે શનિવારે JDS MLC સૂરજ રેવન્ના વિરુદ્ધ 27 વર્ષીય યુવા પાર્ટી કાર્યકર પર કથિત રીતે જાતીય શોષણ કરવાનો કેસ નોંધ્યો છે. સૂરજ રેવન્નાના નજીકના સહયોગીએ કથિત પીડિતા સામે ખંડણીનો કેસ દાખલ કર્યાના એક દિવસ બાદ આ મામલો સામે આવ્યો છે.
સૂરજ રેવન્નાના નજીકના સહયોગી શિવકુમાર પણ આરોપી
સૂરજના સહયોગી શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં 2 કરોડ રૂપિયામાં સમાધાન કર્યું હતું. હોલેનરસીપુરા ગ્રામીણ પોલીસે શનિવારે IPC કલમ 377 (અકુદરતી જાતીય સંભોગ), 342 (કેદ), 506 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ જાતીય હુમલાનો કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં સૂરજ રેવન્ના અને શિવકુમાર બંનેને આરોપી બનાવ્યા છે.




