મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પ્રજ્વલ રેવન્નાની ભારત પહોંચતાની સાથે જ ધરપકડ, વાંધાજનક વીડિયો કેસમાં SIT કરશે પૂછપરછ

કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલ અને યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા સસ્પેન્ડેડ JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના 35 દ

પ્રજ્વલ રેવન્નાની ભારત પહોંચતાની સાથે જ ધરપકડ, વાંધાજનક વીડિયો કેસમાં SIT કરશે પૂછપરછ

કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલ અને યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા સસ્પેન્ડેડ JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના 35 દિવસ બાદ જર્મનીથી બેંગલુરુ પરત ફર્યા છે. ફ્લાઇટ એરપોર્ટ પર ઉતર્યાની થોડીવાર બાદ SITએ ધરપકડ કરી હતી. પ્રજ્વલ 27 એપ્રિલે બેંગલુરુથી જર્મની ભાગી ગયા હતા.

 ફ્લાઇટ એરપોર્ટ પર ઉતર્યાની થોડીવાર બાદ SITએ કરી ધરપકડ

https://twitter.com/ANI/status/1796287633108127774
મહિલા પોલીસકર્મીઓની એક ટીમ પ્રજ્વલને જીપમાં સીઆઈડી ઓફિસ લઈ ગઈ, SITની ટીમ એરપોર્ટ પરથી પોતાની સાથે બે સૂટકેસ પણ લઈ ગઈ છે.

પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે શુક્રવારે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે

પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે શુક્રવારે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તેને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવોપડશે, જ્યાં પોલીસ તેની કસ્ટડી માંગશે. અહેવાલો અનુસાર, SIT પ્રજ્વલ રેવન્નાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે. જો કે સામાન્ય રીતે કોર્ટ સાતથી 10 દિવસની જ કસ્ટડી આપે છે.

હાસનમાં વાયરલ થયેલા વીડિયોને લઈને કર્ણાટક સરકારે SITની રચના કરી હતી. ઈન્ટરપોલે ગુરુવારે સાંજે તેને જાણ કરી હતી કે પ્રજ્વલ રેવન્નાએ મ્યુનિકથી લુફ્થાન્સા એરલાઈન્સની ફ્લાઈટ લીધી હતી. ઈન્ટરપોલે આ મહિનાની શરૂઆતમાં પ્રજ્વલ સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. ત્યારથી તેમના પર ભારત પરત ફરવાનું દબાણ વધી રહ્યું હતું.

પ્રજ્વલ રેવન્ના શુક્રવારે સવારે 12.49 વાગ્યે લુફ્થાંસા એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા હતા. ઇન્ટરપોલ દ્વારા કર્ણાટક પોલીસ અધિકારીઓને આપવામાં આવેલી માહિતી અનુસાર, લુફ્થાન્સાની ફ્લાઈટે જર્મનીના મ્યુનિક શહેરથી ગુરુવારે સ્થાનિક સમય મુજબ બપોરે 12.05 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 3.35 વાગ્યે) ઉડાન ભરી હતી. આ રીતે ફ્લાઈટ લગભગ 10 કલાક સુધી ઉડાન ભરીને ભારત પહોંચી હતી.

28 એપ્રિલે FIR નોંધવામાં આવી 


28 એપ્રિલે રેવન્નાના ઘરમાં કામ કરતી નોકરાણીએ ફરિયાદ નોંધાવી હતી. તેણે એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજ્વલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. દાવો કરવામાં આવે છે કે પીડિતા એચડી રેવન્નાની પત્ની ભવાનીનો સંબંધી છે. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે 2019માં તેને રેવન્નાના પુત્ર સૂરજના લગ્નમાં ફરજ બજાવવા માટે બોલાવવામાં આવી હતી. ત્યારથી તે અહીં કામ કરતી હતી.

આ સમાચાર શેર કરો