Video: "રાહુલ ગાંધીનું વલણ બાળબુદ્ધિ જેવું!"—દિવાળી ટ્રેડિંગ અને CEC રાજીનામા વિવાદ પર તેલંગાણા ભાજપ નેતા ભડક્યા!

દિલ્હીમાં દિવાળીના તહેવાર ટાણે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનની પ્રસ્તાવિત રેલીને લઈને વેપારીઓની ચિંતા અને રાહુલ ગાંધીના નિવેદન પર તેલંગાણા ભાજપના પ્રવક્તા પ્રકાશ રેડ્ડીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વલણને "બાળબુદ્ધિ" અને રાજકીય અપરિપક્વતા ગણાવ્યું છે.
પ્રકાશ રેડ્ડીએ જણાવ્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન વેપાર-ધંધા પર માઠી અસર ન પડે તે માટે દિલ્હીના વેપારી સમુદાયે 1 નવેમ્બરની રેલી મોકૂફ રાખવા માટે રાહુલ ગાંધીને સામાન્ય વિનંતી કરી હતી. પરંતુ આ વિનંતીને સકારાત્મક રીતે લેવાને બદલે રાહુલ ગાંધીએ વેપારીઓને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગવા જણાવ્યું, જે અત્યંત અયોગ્ય અને તેમની રાજકીય પરિપક્વતાનો અભાવ દર્શાવે છે.
ભાજપ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે વેપારીઓની ચિંતા વ્યાજબી હતી, કારણ કે તહેવારોની મોસમમાં આવી રેલીઓથી વેચાણ અને બજાર પર મોટી અસર પડે છે. જો તેઓ રેલી યોજવા જ માંગતા હોય તો ભલે યોજે, પરંતુ દરેક નાના મુદ્દાનું રાજકીયકરણ કરવાની માનસિકતા દુર્ભાગ્યપૂર્ણ છે.









