Video: તમાકુ અને નિકોટિનના વ્યસનીઓ સાવધાન!, મોદી સરકારે લીધો આ ઐતિહાસિક નિર્ણય

દેશના યુવાનો તેમજ તમામ નાગરિકોને તમાકુ અને નશીલા પદાર્થોના દૂષણથી મુક્ત કરવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે 'ટોબેકો-ફ્રી યુથ કેમ્પેઈન 4.0'ની સત્તાવાર જાહેરાત કરીને અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે.
આ પ્રસંગે પત્રકારોને સંબોધતા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023થી દેશભરમાં તમાકુ મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે તેનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.
તેમણે અભિયાનના હેતુ વિશે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું કે, "આ પહેલનો મુખ્ય હેતુ માત્ર યુવાનો જ નહીં, પરંતુ દેશના પ્રત્યેક નાગરિક તમાકુના સેવન તેમજ નિકોટિનયુક્ત ઉત્પાદનોથી સંપૂર્ણપણે દૂર રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આરોગ્ય મંત્રાલયે એક સ્વસ્થ, તમાકુ-મુક્ત અને વ્યસન-મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે આ દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરી છે."











