Video: ઉત્તરપ્રદેશના સંભલમાં પોલીસ એલર્ટ મોડ પર, તહેવારોને લઈ બજારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના સંભલમાં ધનતેરસ અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. સંભલ, ચંદૌસી, ગુન્નૌર અને બહજોઈ સહિતના મુખ્ય બજારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહ્યો છે. SP વિકાસ ચંદ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે બજારોમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની ખાસ નજર છે અને ભડકાઉ પોસ્ટ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓપરેશન ત્રિનેત્ર અંતર્ગત ખાનગી સંસ્થાઓ અને સ્થાનિકોના સહયોગથી CCTV કેમેરા કાર્યરત કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત