મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપુરની મુલાકાતે, વિદેશી મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપુરની ત્રણ દિવસની યાત્રા પર રવાના થયા છે. વિદેશ મંત્રાલયે જણા

VIDEO: PM નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપુરની મુલાકાતે, વિદેશી મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપુરની ત્રણ દિવસની યાત્રા પર રવાના થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાના નિમંત્રણ પર 3 અને 4 સપ્ટેમ્બરના રોજ બ્રુનેઈની મુલાકાત લેશે. ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની પ્રથમ દ્વીપક્ષીય યાત્રા રહેશે. પીએમ મોદીએ વિદેશ યાત્રા પર જતા પહેલા ટ્વિટ પણ કર્યું હતું.

પીએમ મોદી યાત્રાના બીજા ચરણમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેંસ વોંગના નિમંત્રણ પર 4 અને 5 તારીખે તેની મુલાકાત લેશે.

પીએમ મોદી બન્ને દેશોના નેતાઓ સાથે સુરક્ષા, ઉર્જા અને પ્રૌદ્યોગિક ક્ષેત્ર મામલે કરશે વાત

પીએમ મોદી બન્ને દેશોના નેતાઓ સાથે સુરક્ષા, ઉર્જા અને પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં ભારતના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરશે.સિંગાપુર આસિયાનમાં ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે.

આ સમાચાર શેર કરો