PM મોદીનો પ્રથમ પૉડકાસ્ટ, કહ્યું- 'હું દેવતા નથી, ભૂલ મારાથી પણ થાય છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો 'People By WTF' માં મહેમાન બનશે. નિખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો 'People By WTF' માં મહેમાન બનશે. નિખિલ કામથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોડકાસ્ટના આ એપિસોડનું બે મિનિટનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
'હું તમારી સામે નર્વસ છું'- નિખિલ કામથ
આ ટ્રેલરનું ટાઇટલ છે "પીપલ વિથ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, એપિસોડ 6 ટ્રેલર" છે. આ ટ્રેલરમાં પીએમ મોદી અને નિખિલ કામથ વચ્ચેની એક રસપ્રદ વાતચીત બતાવવામાં આવી છે. વીડિયોમાં, કામથ કહે છે, “હું અહીં તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું, મને ગભરાટ થઈ રહ્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ વાતચીત છે.”
ખબર નથી દર્શકોને કેવું લાગશે- PM મોદી
PM મોદીએ જેના પર હસીને જવાબ આપતા કહ્યું, 'આ મારો પ્રથમ પૉડકાસ્ટ છે, મને નથી ખબર કે આ તમારા દર્શકોને કેવું લાગશે.' આ ટ્રેલરને પીએમ મોદીએ પોસ્ટ કરતા લખ્યુ, 'મને આશા છે કે તમે તેનો એટલો જ આનંદ લેશો જેટલો તેને તમારા માટે બનાવવામાં આવ્યો'. આ એપિસોડની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: 'પત્નીને ક્યાં સુધી જોતા રહેશો, અઠવાડિયામાં 90 કલાક કામ કરો!' લાર્સનના ચેરમેેનનું ચર્ચાસ્પદ નિવેદન
કોણ છે નિખિલ કામથ?
નિખિલ કામથ એક ભારતીય સ્ટૉક બ્રોકર અને સફળ એન્ટરપ્રેન્યોર છે, તેમને વર્ષ 2010માં Zerodhaની સ્થાપના કરી હતી. ઝેરોધા સ્ટોક્સ, કોમોડિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ અને કરન્સીમાં ઓનલાઈન ટ્રેડિંગ સેવાઓ પ્રદાન કરે છે. નિખિલે તેના મોટા ભાઈ નીતિન કામથ સાથે ઝેરોધા શરૂ કરી હતી.ઝેરોધા પાસે 10 મિલિયન ગ્રાહકો છે, જે તેને દેશની સૌથી મોટી બ્રોકરેજ કંપનીઓમાંની એક બનાવે છે. તેઓ રેઈનમેટરના સ્થાપક પણ છે.નિખિલનો 2024 ફોર્બ્સની વિશ્વ અબજોપતિઓની યાદીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને ફોર્બ્સ અનુસાર, તેમની સંપત્તિ $3.1 બિલિયન છે.








