મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદી ફરી જશે વિદેશ પ્રવાસે, બ્રુનેઇ અને સિંગાપુરની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદી દક્ષિણ પૂર્વ એશિયામાં બ્રુનેઇ અને સિંગગાપુરની મુલાકાત લેશે. ત્રણથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી આ

PM મોદી ફરી જશે વિદેશ પ્રવાસે, બ્રુનેઇ અને સિંગાપુરની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદી દક્ષિણ પૂર્વ એશિયામાં બ્રુનેઇ અને સિંગગાપુરની મુલાકાત લેશે. ત્રણથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી આ બન્ને દેશનો પ્રવાસ કરશે.આ બન્ને દેશ ટાપુ હોવા ઉપરાંત દક્ષિણપૂર્વ એશિયાના મહત્ત્વના આર્થિક કેન્દ્રો મનાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતીય વડાપ્રધાનની બ્રુનેઇમાં આ પહેલી જ વખતની દ્વિપક્ષીય બેઠક હશે. બન્ને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ પૂરા થયા છે ત્યારે મોદી ત્યાંના પ્રવાસે જઇ રહ્યાં છે.

વિશ્લેષકો માને છે કે પેસિફિક વિસ્તારના પૂર્વ છેડે રહેલા દક્ષિણ ચીન સમુદ્રમાં વધી રહેલી ચીનની દાદાગીરીના સંદર્ભમાં મોદીની આ મુલાકાત અત્યંત મહત્ત્વની બની રહેશે.

સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોન્ગનાં નિમંત્રણને માન આપી નરેન્દ્ર મોદીની આ મુલાકાત નિશ્ચિતકરાઇ હતી. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ આર્થિક તેમજ વ્યાપારી સંબંધો વિષે તો ચર્ચા કરશે જ પરંતુ સૌથી વધુ ધ્યાન તો તેઓ વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા ઉપર આપશે તેમાં પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પણ વિચારવામાં આવશે.

વડાપ્રધાન સિંગાપુરના પ્રમુખ થર્મન ષણ્મુગરત્નમની સાથે પણ મંત્રણા કરશે અને સિંગાપુરના વિદેશ મંત્રી વીવીયન બાલકિશ્નન તથા વરિષ્ઠ મંત્રીઓ સાથે મંત્રણા કરવાના છે.

આ સમાચાર શેર કરો