મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

G20 બાદ 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારત તૈયાર, લાલ કિલ્લા પરથી પીએમ મોદીનો હુંકાર

78માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 મિનિટ કરતા લાંબુ ભાષણ આપ્યું હતું. આ દ

G20 બાદ 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારત તૈયાર, લાલ કિલ્લા પરથી પીએમ મોદીનો હુંકાર

78માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 મિનિટ કરતા લાંબુ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમને જરૂરી વિષય પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને આગામી વર્ષો માટે રોડમેપ પણ દેશ સામે મુક્યો હતો. આ દરમિયાન વિકસિત ભારત અને દેશની સમૃદ્ધિ માટે સકારાત્મક અને આશાવાદી રહેવાની વાત કહી હતી. પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને 2036 ઓલિમ્પિકની યજમાનીને લઇને પણ આશા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે ભારતે G20 દેશી મીટિંગની યજમાની કરી. 200થી વધુ કાર્યક્રમ કર્યા, તેને એક વાત સાબિત કરી કે ભારતની અંદર મોટામાં મોટા કાર્યક્રમ આયોજિત કરવાની ક્ષમતા છે. આખી દુનિયામાં ભારતની યજમાનીનો કોઇ જવાબ નથી. એવામાં ભારત 2036 ઓલિમ્પિકની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે.

સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ઓલિમ્પિક દળને આમંત્રણ

પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યું હતું. આ દરમિયાન 6 હજાર ખાસ મહેમાન હાજર રહ્યાં હતા જેમાં ભારતના ઓલિમ્પિક દળમાં સામેલ ખેલાડી પણ હાજર રહ્યાં હતા. 

2024 ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન

પેરિસ ઓલિમ્પિકમાં 117 ભારતીય એથલીટોના પક્ષે ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો. ભારતીય પક્ષ 6 મેડલ સાથે પોઇન્ટ ટેબલમાં 71માં સ્થાન પર રહ્યું હતું જેમાં એક સિલ્વર મેડલ અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે. મનુ ભાકરે આ રમતમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો અને બ્રોન્ઝ જીત્યો હતો. ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીતનાર મનુ ભાકર પ્રથમ ભારતીય મહિલા બની હતી. તે બાદ તેને સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તલમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો હતો.

સ્વપ્નિલ કુસાલેએ શૂટિંગમાં ત્રીજો મેડલ જીત્યો હતો, જે એક જ ઓલિમ્પિકમાં આ રમતમાં ભારતનો સૌથી મોટો મેડલ હતો. આ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારતનો પ્રથમ મેડલ હતો. ભારતીય મેન્સ હૉકી ટીમે પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ ભાલા ફેકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અમન સેહરાવતે કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના સૌથી નાની ઉંમરના ઓલિમ્પિક મેડલ વિજેતા બનીને આ પોઇન્ટ ટેબલમાં પોતાનું નામ સામેલ કર્યું હતું.

આ સમાચાર શેર કરો