PM મોદીનું મોરેશિયસમાં ભવ્ય સ્વાગત; 34 કેબિનેટ મંત્રી એરપોર્ટ પર પહોંચ્યા, વડાપ્રધાન નવીનચંદ્રએ ગળે લગાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોરેશિયસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરેશીયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોરેશિયસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરેશીયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે એરપોર્ટ પર પહોંચીને તેમનું અભિવાદન કર્યું અને માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોરેશિયસના ડેપ્યુટી પીએમ, મુખ્ય ચીફ જસ્ટિસ, નેશનલ એસેમ્બલી સ્પીકર, વિપક્ષના નેતા, વિદેશ મંત્રી, કેબિનેટ સેક્રેટરી સહિત 200 ખાસ લોકો હાજર રહ્યાં હતા.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસ પહોંચ્યા તો તેમને રિસીવ કરવા માટે તમામ 34 મંત્રી એરપોર્ટ પર હાજર હતા. ત્યાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ ભારત અને મોરેશિયસના મજબૂત સંબંધોને દર્શાવનારી ઐતિહાસિક ક્ષણ હતી.
PM મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારંભમાં મુખ્ય મહેમાનના રૂપમાં સામેલ થશે. આ રાષ્ટ્રીય દિવસ 12 માર્ચે મનાવવામાં આવે છે. ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી, ભારતીય નૌસેનાનું એક સબમરીન અને ઇન્ડિયન એરફોર્સની આકાશ ગંગા 'સ્કાઇડાઇવિંગ ટીમ' આ સમારંભમાં ભાગ લેશે.
મોરેશિયસ રવાના થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આ યાત્રા ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાય જોડશે. સાગર વિઝન હેઠળ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિકાસ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત કરી છે.







