મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, રશિયન લોકોએ કૃષ્ણ ભજન ગાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રશિયાના કઝાન પહોંચ્યા છે. પીએમ મોદી કઝાન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કર

VIDEO: PM મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, રશિયન લોકોએ કૃષ્ણ ભજન ગાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે રશિયાના કઝાન પહોંચ્યા છે. પીએમ મોદી કઝાન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ BRICS સમિટ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે થઈ રહી છે. આખી દુનિયાની નજર આના પર છે. વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ સિવાય વડાપ્રધાન મોદી આ સંમેલનમાં પહોંચનારા અન્ય ગેસ્ટને પણ મળશે.

કઝાન પહોંચ્યા વડાપ્રધાન મોદી, સ્વાગતમાં ગવાયું કૃષ્ણ ભજન

રશિયન નાગરિકોએ વડાપ્રધાન મોદીનું મંગળવારે કઝાનમાં ભવ્ય સ્વાગત કર્યું. તેમણે કૃષ્ણ ભજન ગાઈને સ્વાગત કર્યું. તેઓ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કઝાનની એક હોટલ પહોંચ્યા, જ્યાં રશિયન નાગરિકોએ સાંસ્કૃતિક આપ-લેના એક ભાવપૂર્ણ પ્રદર્શનની સાથે તેમનું સ્વાગત કર્યું.
 
https://twitter.com/AHindinews/status/1848644523007860830

પીએમ મોદીએ સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો

ભગવાન કૃષ્ણને સમર્પિત આ ભજને ઉપસ્થિત લોકોનું મનમોહી લીધું, જેમાં બંને દેશ વચ્ચે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વિરાસત માટે સંયુક્ત પ્રશંસાને દર્શાવાઈ. વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કરતા આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં આ પ્રકારના ઈશારાના મહત્ત્વને સ્વીકાર્યું. તો રશિયન કલાકારોએ કહ્યું કે, અમે ખુબ ઉત્સુક હતા. અમે આ ડાન્સ પરફોર્મન્સ માટે અંદાજીત ત્રણ મહિના સુધી પ્રેક્ટિસ કરી. લોકો વડાપ્રધાન મોદીને સાચે ખુબ પસંદ કરે છે. વડાપ્રધાન મોદીએ અમારા સૌના વખાણ કર્યા.
 
https://twitter.com/ANI/status/1848642199355068524

તાતારસ્તાન ગણરાજ્યના પ્રમુખે વડાપ્રધાન મોદીનું કર્યું સ્વાગત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક x પોસ્ટ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના હેરિટેજ સિટી કઝાન પહોંચી ચૂક્યા છે. તેમનું ત્યાં પહોંચવા પર તાતારસ્તાન ગણરાજ્યના પ્રમુખ રૂસ્તમ મિન્નિખાનોવે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન શહેર પહોંચી ગયા છે. ત્યાં ઘણા કલાકારોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. પીએમ મોદીએ આ કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને વાત કરી. આમાં રશિયન નાગરિકો પણ સામેલ હતા.
 
https://twitter.com/ANI/status/1848644395538743739

પીએમ મોદી કઝાનમાં જ બ્રિક્સ સમિટમાં ભાગ લેવાના છે. ત્યાં તેઓ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. પીએમ મોદી ચાર મહિનામાં બીજી વખત રશિયા ગયા છે. પીએમ મોદી આજે સાંજે દ્વિપક્ષીય મંત્રણામાં પણ ભાગ લેશે. એવી અટકળો છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે. જો કે આ બેઠક અંગે ઔપચારિક રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન પહોંચ્યા છે. ત્યાં વડાપ્રધાન મોદી સાથે તેઓ મુલાકાત કરી શકે છે. જોકે, બંને પક્ષો તરફથી કોઈ પુષ્ટિ નથી કરાઈ.

આ સમાચાર શેર કરો