PM મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના પાઠવી; સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યું શસ્ત્ર પૂજન
દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ દર વર્ષે શારદીય નવરાત્રિની સમાપ્તિ સાથે દશમી તિથિ વિજયાદશમીન

દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ દર વર્ષે શારદીય નવરાત્રિની સમાપ્તિ સાથે દશમી તિથિ વિજયાદશમીના રૂપમાં મનાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમીની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરીને દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના પાઠવી હતી.
PM મોદીએ કર્યું ટ્વીટ
દશેરાની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદીએ લખ્યુ કે, દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ. માં દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મેળવો, આ જ પ્રાર્થના.
રાજનાથ સિંહે કર્યું શસ્ત્ર પૂજન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દાર્જિલિંગમાં સુકના કૈંટમાં જવાનોના માથા પર તિલક લગાવ્યું હતું અને સેનાના જવાનો સાથે વિજયાદશમીની ઉજવણી કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગમાં સુકના કૈંટમાં સેનાના જવાનો સાથે વિજયાદશમીની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા.
રાજનાથ સિંહે આ દરમિયાન કહ્યું, "હું તમને બધાને વિજયાદશમીની હાર્દિક શુભકામના પાઠવું છું. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં શાસ્ત્રો અને શસ્ત્રો બન્નેની પૂજા કરવામાં આવે છે. એવું લાગી શકે છે કે લોખંડ અને લાકડીથી બનેલી વસ્તુની પુજા કરવાનું શું મહત્ત્વ છે? વાસ્તવમાં, આ અમારી વિશાળ સાંસ્કૃતિક પરંપરાનું પ્રતિક છે જેમાં અમે કોઇ પણ વસ્તુનો ઉપયોગ કર્યા પહેલા અને પછી તેના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ."







