મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024: PM મોદી આ તારીખે વારાણસીમાં ભરશે ઉમેદવારી ફોર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠકના સાંસદ છે. ભાજપે પીએમ મોદીને

લોકસભા ચૂંટણી 2024: PM મોદી આ તારીખે વારાણસીમાં ભરશે ઉમેદવારી ફોર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠકના સાંસદ છે. ભાજપે પીએમ મોદીને આ વખતે પણ વારાણસીથી જ ઉમેદવાર બનાવ્યા છે. વારાણસીમાં અંતિમ સાતમા તબક્કામાં મતદાન થશે.

1 જૂને વડાપ્રધાન મોદીના ચૂંટણી વિસ્તારમાં વોટિંગ થશે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મેએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે વારાણસી પહોંચશે. જોકે, તેના બીજા દિવસે 14 મેએ નોમિનેશન ફોર્મ ભરશે. 

દેશમાં અત્યાર સુધી લોકસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. સાત મેએ ત્રીજા તબક્કાનું મતદાન થશે, આ તબક્કામાં ગુજરાત સહિત દેશની 94 બેઠક પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો