VIDEO: મનુ ભાકરે PMને પિસ્તોલ આપી, ઓલિમ્પિક મેડલ વિજેતાઓને મળ્યા મોદી
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા છે. ભારતનું 117 સભ્યોનું દળ પેરિસ ગયું હતું. હવે ઓલિમ્પિક ખેલાડીઓએ વડાપ્રધાન નરે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા છે. ભારતનું 117 સભ્યોનું દળ પેરિસ ગયું હતું. હવે ઓલિમ્પિક ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી જેનો વીડિયો સામે આવ્યો છે. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્તોલ આપી હતી જ્યારે અમન સેહરાવતે જર્સી આપી હતી. હૉકી ટીમે પણ પીએમ મોદીને હૉકી સ્ટીક સાથે તસવીર ખેચાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
પીએમ મોદીને ભારતીય ખેલાડીઓએ આપી ગિફ્ટ
પીએમ મોદીને ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓએ કેટલીક ગિફ્ટ આપી હતી. શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્તોલ આપી હતી. રેસલર અમન સેહરાવતે પોતાની જર્સી સોપી હતી.ભારતીય હૉકી ટીમ તરફથી પીએમ મોદીને હૉકી સ્ટીક ભેટમાં આપવામાં આવી હતી.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં છ મેડલ જીત્યા
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે ટોટલ છ મેડલ જીત્યા હતા. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યો હતો જ્યારે મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્તલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેની સાથે સરબજોત સિંહ પણ ટીમમાં હતા.
ત્રીજો બ્રોન્ઝ મેડલ સ્વપ્નિલ કુસાલેએ શૂટિંગની મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં અપાવ્યો હતો. મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ અને જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. તે બાદ રેસલર અમન સેહરાવતે મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.








