મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ડિજિટલ એરેસ્ટમાં કોઇ એજન્સી ફોન પર પૂછપરછ નથી કરતી', 'મન કી બાત'માં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 115માં એપિસોડમાં પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ ક્ષણોને યાદ કરી હતી. પીએમ મોદીએ ક

'ડિજિટલ એરેસ્ટમાં કોઇ એજન્સી ફોન પર પૂછપરછ નથી કરતી', 'મન કી બાત'માં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 115માં એપિસોડમાં પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ ક્ષણોને યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે બિરસા મુંડાના જન્મસ્થળે જવાની તક મળી જે તેમના માટે ખાસ હતી. બે મહાપુરૂષોની 150મી જયંતી આવી રહી છે.

મેડ ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત એનિમેશન દુનિયામાં ક્રાંતિ લાવ્યું છે. પીએમ મોદીએ એનિમેટેડ સીરિયલનો ઉલ્લેખ કરતા કહ્યું, 'દેશમાં ક્રિએટિવીટીની લહેર ચાલી રહી છે. જ્યારે છોટા ભીમ ટીવી પર આવતો હતો ત્યારે બાળકો કેટલા ખુશ થતા હતા. અમારી બીજી એનિમેટેડ સીરિયલ મોટુ-પતલુ, હનુમાન દુનિયાભરમાં પ્રચલિત છે. ભારતનું એનિમેશન દુનિયાભરમાં પ્રચલિત છે. કાલે વર્લ્ડ એનિમેશન ડે મનાવવામાં આવશે. આવ ભારતને મજબૂત કરીએ.'

ડિજિટલ એરેસ્ટ પર PM મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ ડિજિટલ એરેસ્ટ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન એક ઓડિયો પણ સંભળાવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં એક અધિકારી શખ્સને ધમકાવવાનું કામ કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ કોઇ મનોરંજનનો ઓડિયો નથી. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો સામાન્ય લોકો પર દબાણ બનાવે છે અને લોકોને ઠગવાનું કામ કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનતાએ આવી ઘટનામાં ત્રણ તબક્કામાં કામ કરવું જોઇએ. આ છે રોકો, વિચારો અને એક્શન લો. પીએમ મોદીએ કહ્યું કે આવા કૉલ આવવા પર ગભરાવવાની જરૂર નથી. કોઇને આ રીતની જાણકારી આપતા પહેલા વિચારવું જોઇએ. તે બાદ તમે સાયબર સેલમાં ફરિયાદ કરી શકો છો.

ત્રણ ઓક્ટોબર 2024માં થઇ હતી શરૂઆત

આ કાર્યક્રમની શરૂઆત ત્રણ ઓક્ટોબર 2014માં થઇ હતી. 22 ભારતીય ભાષા અને 29 બોલી સિવાય 11 વિદેશી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે જેમાં ફ્રેન્ચ, ચીની, ઇન્ડોનેશિયાઇ, તિબ્બતી, બર્મી, બલુચી, અરબી, પશ્તૂ, ફારસી, દારી અને સ્વાહિલી સામેલ છે. 'મન કી બાત' કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધુ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો