મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પીએમ મોદી દેશમાં ચલાવી રહ્યા છે ભ્રષ્ટાચારની શાળા, 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવે છેઃ રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાજકીય પક્ષના નેતાઓના એકબીજા પર કટાક્ષ અ

પીએમ મોદી દેશમાં ચલાવી રહ્યા છે ભ્રષ્ટાચારની શાળા, 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવે છેઃ રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાજકીય પક્ષના નેતાઓના એકબીજા પર કટાક્ષ અને પ્રહાર પણ તીખાં થઈ રહ્યા છે. કોંગ્રેસના કદાવર નેતા રાહુલ ગાંધીએ આ વખતે સીધા પીએમ મોદી પર પ્રહાર કરતાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન મોદી દેશમાં ભ્રષ્ટાચારની શાળા ચલાવી રહ્યા છે. જેમાં તે પોતે ભ્રષ્ટાચાર વિજ્ઞાન વિષય હેઠળ 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ તપાસ એજન્સીઓને પણ લપેટી 

રાહુલ ગાંધી અહીં જ ન રોકાયા અને તેમણે વધુ આરોપ મૂકતાં કહ્યું કે,કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ દરોડા પાડીને પણ ફક્ત દાનની રકમ એકઠી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં રાહુલે લખ્યું કે દરોડા પાડીને દાન કેવી રીતે લેવાય? દાન લઇને કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાય? ભ્રષ્ટ લોકોના દાગ દૂર કરવાની મશીન કેવી રીતે ચાલે છે? કેવી રીતે તપાસ એજન્સીઓને રિકવરી એજન્ટ બનાવી જામીન અને જેલનો ખેલ રમાય છે? ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગેલા ભાજપે તેના નેતાઓને આ ક્રેશ કોર્ષ શીખવાડી દીધો છે જેની કિંમત હવે દેશ ભોગવી રહ્યો છે. 

રાહુલ ગાંધીનો આકરો મિજાજ 

રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કેન્દ્રમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર આવશે ત્યારે અમે આ સ્કૂલ પર તાળું મારી હંમેશા માટે આ કોર્ષ બંધ કરી દઈશું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે બિહાર પહોંચ્યા હતા અને ભાગલપુરમાં પણ તેઓ રેલી સંબોધવાના છે. આ રેલીમાં ગઠબંધનના અન્ય નેતાઓ પણ સામેલ થવાના છે. 

આ સમાચાર શેર કરો