23 વર્ષમાં PM મોદીએ એક પણ દિવસ રજા લીધી નથી- અમિત શાહ
લોકસભા ચૂંટણીમાં 370 બેઠક પર જીતનો સંકલ્પ લઇને ભાજપ દેશભરમાં ચૂંટણી રેલી કરી રહી છે. ગૃહમંત

લોકસભા ચૂંટણીમાં 370 બેઠક પર જીતનો સંકલ્પ લઇને ભાજપ દેશભરમાં ચૂંટણી રેલી કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના પાટનગર બેંગલુરૂમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ સમ્મેલનમાં હાજરી આપી હતી. અમિત શાહે આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું, “સંસદમાં રાહુલ બાબા (રાહુલ ગાંધી) કહેતા હતા, જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 ના હટાવો, લોહીની નદીઓ વહેશે. 5 ઓગસ્ટ, 2019માં મોદીજીએ કલમ-370 હટાવી દીધી. રાહુલ બાબા, આ મોદી સરકાર છે, લોહીની નદી તો છોડો કોઇના કાંકરો મારવાની પણ હિમ્મત નથી થઇ.”
PM મોદીએ 23 વર્ષમાં એક પણ રજા લીધી નથી- અમિત શાહ
અમિત શાહે કહ્યું, “23 વર્ષ સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાન રહેનારા પુરી દુનિયામાં એક જ વ્યક્તિ છે, જેને એક પણ રજા વગર ભારતની જનતાની સેવા કરી છે. બીજી તરફ રાહુલ બાબા છે, જે ગરમી આવતા જ વિદેશ જતા રહે છે અને આખી કોંગ્રેસ 6 મહિના સુધી તેમણે શોધતી રહે છે.”
ભ્રષ્ટાચારનું આ ‘ઘમંડિયા’ ગઠબંધન છે- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે એક તરફ નરેન્દ્ર મોદી છે, જેમણે 23 વર્ષ સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાનના રૂપમાં કામ કર્યું; 23 વર્ષમાં વિપક્ષ મોદી વિરૂદ્ધ ભ્રષ્ટાચારના 25 પૈસાનો પણ આરોપ લગાવી શક્યું નથી. 23 વર્ષથી મોદીએ પારદર્શિતા સાથે દેશમાં એક ઉદાહરણ ઉભુ કર્યું છે. બીજી તરફ ભ્રષ્ટાચારનું આ ‘ઘમંડિયા’ ગઠબંધન છે.
કર્ણાટકમાં પણ તમામ 28 લોકસભા બેઠક જીતશે ભાજપ
અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ધરાવતા NDA અને વિપક્ષના INDIA ગઠબંધન વચ્ચે કોઇ મુકાબલો નથી. વિપક્ષી ગઠબંધનને પરિવારવાદી અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન કહેવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે વિશ્વાસ છે કે ભાજપ કર્ણાટકમાં તમામ 28 લોકસભા બેઠક જીતશે.








