OBC અનામત કાપી મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ, PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

OBC અનામત કાપી મુસ્લિમોને આપવા માંગે છે કોંગ્રેસ, PM મોદીનો વિપક્ષ પર પ્રહાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ પોતાની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખમાં મોટો આરોપ લગાવ્યો છે કે વિપક્ષની સૌથી મોટી પાર્ટી OBC અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જોકે તેમણે સીધું કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનું નામ લીધું નથી, પરંતુ તેમનો ઈશારો કોંગ્રેસ તરફ હોવાનું સ્પષ્ટ જણાય છે.

પીએમ મોદીએ લખ્યું કે, 'બાબાસાહેબ આંબેડકર આના સખત વિરોધમાં હતા.' આ લેખમાં તેમણે દેશવાસીઓને બંધારણનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે, 'અમારી સરકારે એક દાયકા પહેલાં આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો.'

જાહેરાત

પીએમ મોદીએ ભાજપ સરકાર દ્વારા કરાયેલા બંધારણીય સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, 'તેનાથી લોકોના જીવનમાં મોટા ફેરફારો આવ્યા છે, જેમાં GST અને EWS માટેના 10 ટકા અનામતના સુધારાઓનો ખાસ ઉલ્લેખ કર્યો. હાલની વ્યવસ્થા મુજબ કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની જોગવાઈ છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત