Video: વિજયવાડામાં સીપીએમની મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ

આંધ્રપ્રદેશના વિજયવાડામાં સીપીએમ દ્વારા વોક ફોર રાઈટ ટુ વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના અધિકારને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સીપીએમના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે પદયાત્રા યોજી હતી. કાર્યકરોએ લોકશાહીમાં મતદાનના અધિકારનું મહત્વ દર્શાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. સીપીએમ દ્વારા ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ દોહરાવવામાં આવી હતી.
જાહેરાત









