PM મોદી અને રાહુલ ગાંધીમાંથી કોની પાસે વધારે પ્રોપર્ટી? બન્ને નેતાઓએ ક્યા-ક્યા ઇન્વેસ્ટમેન્ટ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. પીએમ મોદીએ મંગળવારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. પીએમ મોદીએ મંગળવારે વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે પણ બે બેઠક પરથી લોકસભા ચૂટંણી લડી રહ્યાં છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક તેમજ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.
વાયનાડ બેઠક પર 26 એપ્રિલે મતદાન થઇ ચુક્યુ છે જ્યારે રાયબરેલી બેઠક પર 20 મેએ મતદાન થશે. પીએમ મોદીની વારાણસી બેઠક પર અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થશે. પીએમ મોદીએ મંગળવારે ચૂંટણી સોગંદનામામાં આવક, પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટની જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ પણ 3 મેએ રાયબરેલીમાં ઉમેદવારી પત્ર ભરતા સમયે એફિડેવિટમાં પોતાની પ્રોપર્ટી અને સેવિંગ્સની જાણકારી આપી હતી. પીએમ મોદી અને રાહુલ ગાંધીમાં કોની પાસે વધારે પ્રોપર્ટી? બન્નેએ ક્યા-ક્યા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેના વિશે જાણીયે.
પીએમ મોદી અને રાહુલ ગાંધીની આવકના સોર્સ?
- એફિડેવિટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવકનો પ્રાઇમરી સોર્સ તેમની ગવર્મેન્ટ સેલેરી અને તેમની સેવિંગ્સ પર મળેલુ ઇન્ટરેસ્ટ છે.
- રાહુલ ગાંધીની આવકનો સોર્સ સાંસદનું વેતન, રોયલ્ટી, બોન્ડ પર વ્યાજ, ડિવિડન્ટ અને મ્યુચ્યુઅલ ફંડથી કેપિટલ પ્રોફિટ છે.
પીએમ મોદી અને રાહુલ ગાંધી પાસે કેટલી છે પ્રોપર્ટી?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, 2022-23માં પીએમ મોદીની કુલ ઇન્કમ 23 લાખ 56 હજાર 80 રૂપિયા હતી. પીએમ મોદીની કુલ સંપત્તિ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 છે.
- ફાઇનાન્શિયલ યર 2022-23 દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કુલ ઇન્કમ 1 કરોડ 2 લાખ અને 78 હજાર રૂપિયા રહી હતી. રાહુલ ગાંધી પાસે 9 કરોડથી વધારે ચલ સંપત્તિ અને 11 કરોડથી વધુની અચલ સંપત્તિ છે. આ રીતે તેમની પાસે 20 કરોડથી વધુની સંપત્તિ છે.
પીએમ મોદી અને રાહુલ ગાંધીના હાથમાં કેટલી છે રોકડ?
- એફિડેવિટ અનુસાર, વડાપ્રધાન મોદી પાસે કુલ 52 હજાર 920 રૂપિયા રોકડ છે.
- એફિડેવિટ અનુસાર, રાહુલ ગાંધી પાસે 55 હજાર રૂપિયાની રોકડ છે.
બેન્ક એકાઉન્ટમાં કેટલી રકમ
- ગુજરાતના ગાંધીનગરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પીએમ મોદી પાસે 73 હજાર 304 રૂપિયા ડિપોઝિટ છે.
- વારાણસીના બેન્ક એકાઉન્ટમાં કુલ 7000 રૂપિયા જમા છે.
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બેન્ક એકાઉન્ટમાં 26 લાખ 25 હજાર રૂપિયા જમા છે.
ક્યા કેટલ ઇન્વેસ્ટમેન્ટ અને કેટલી ફિક્સ્ડ ડિપોઝિટ?
- પીએમ મોદીના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક એકાઉન્ટમાં 2 કરોડ 85 લાખ 60 હજાર 338 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) છે. નેશનલ સેવિંગ સ્કીમ (NSS)માં પીએમ મોદી પાસે 9 લાખ 12 હજાર 398 રૂપિયા છે.
- રાહુલ ગાંધી પાસે નેશનલ સેવિંગ સ્કીમ (NSS), પોસ્ટલ સેવિંગ્સ અને ઇંશ્યોરન્સ પોલિસીના માધ્યમથી 61.52 લાખ રૂપિયા જમા છે.
શેર માર્કેટમાં કેટલા પૈસા લગાવ્યા?
- રાહુલ ગાંધીએ શેર માર્કેટમાં કુલ 4.33 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, તેમને મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યું છે. રાહુલ ગાંધીએ સ્ટોક પોર્ટફોલિયોમાં ITC,ICICI બેન્ક અલ્કાઇલ અમાઇન્સ, એશિયન પેઇન્ટ્સ, બજાર ફાઇનાન્સ, દીપક નાઇટ્રાઇટ, ડિવીજ લેબોરેટરીજ, ઇન્ફોસિસ, ટાટા કન્સલટન્સી સર્વિસ (TCS), બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટન કંપનીમાં પૈસા લગાવ્યા છે.
- પીએમ મોદીએ શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં કોઇ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી.
કોની પાસે કેટલી જ્વેલરી
- પીએમ મોદી પાસે સોનાની 4 વીંટી છે, જેની કિંમત 2 લાખ 67 હજાર 750 રૂપિયા છે.
- રાહુલ ગાંધી પાસે 4.2 લાખ રૂપિયાનું 333.3 ગ્રામ સોનું પણ છે. રાહુલ ગાંધી પાસે 15,21,740 રૂપિયાનું ગોલ્ડ બોન્ડ પણ છે.
https://www.gstv.in/backend/public/media/732390642-PM-Modi-Election-Affidavitpdf_Pn8ypnsv1715749227.pdf







