મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'80 વખત નકારવામાં આવેલા લોકો સંસદનું કામ રોકે છે', સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદી

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે.આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા પહેલા વડાપ

'80 વખત નકારવામાં આવેલા લોકો સંસદનું કામ રોકે છે', સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદી

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે.આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંસદનો માહોલ પણ શીત જ રહેશે, આ બંધારણનું મહત્ત્વપૂર્ણ એકમ છે.

80 વખત નકારવામાં આવેલા લોકો સંસદનું કામ રોકે છે- પીએમ મોદી

સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ સંસદ પરિસરમાંથી દેશને સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું, 'જેમને જનતા 80 વખત નકારી ચુકી છે, તે સંસદનું કામ રોકે છે.દુર્ભાગ્યથી કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "2024નો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અને દેશ 2025ની તૈયારી કરી રહ્યો છે. સંસદનું આ સત્ર મહત્ત્વનું છે અને સૌથી ખાસ વાત છે કે બંધારણના 75માં વર્ષની શરૂઆત છે. કાલે સદનમાં તમામ લોકો આપણા બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે."

PM મોદીએ કહ્યું કે, સંસદમાં સ્વસ્થ ચર્ચા થાય, વધુમાં વધુ લોકો ચર્ચામાં પોતાનું યોગદાન આપે.દુર્ભાગ્યથી કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે જેને જનતાએ અસ્વીકાર કર્યા છે તે સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો