અદાણીના એજન્ટના રૂપમાં કામ કરે છે PM મોદી, કેન્યાના પૂર્વ વડાપ્રધાનના નિવેદનને લઇને કોંગ્રેસ-AAPના પ્રહાર
કેન્યાના પૂર્વ વડાપ્રધાન રેલા ઓડિંગાએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમને PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્

કેન્યાના પૂર્વ વડાપ્રધાન રેલા ઓડિંગાએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમને PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અદાણીના અલગ અલગ પ્રોજેક્ટને લઇને જાણકારી આપી હતી. હવે આ નિવેદનને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ અને AAPએ કેમ લગાવ્યો આરોપ
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેન્યાના પૂર્વ વડાપ્રધાન રેલા ઓડિંગાના એક નિવેદનને લઇને એક પોસ્ટ કરી છે જેમાં PM મોદી અદાણીના એજન્ટના રૂપમાં કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
કેન્યાના પૂર્વ વડાપ્રધાન રેલા ઓડિંગાનું કહેવું છે- નરેન્દ્ર મોદીએ મને પોતાના મિત્ર ગૌતમ અદાણી અને તેમના બિઝનેસ વિશે જણાવ્યું. અદાણીના અલગ અલગ પ્રોજેક્ટ્સ વિશે જાણકારી આપી. આટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ કેન્યાઇ ડેલિગેશનને ગુજરાત બોલાવીને અદાણીના બિઝનેસ વિશે વિસ્તારથી સમજાવ્યું હતું."
કોંગ્રેસે કહ્યું કે, કેન્યાના પૂર્વ વડાપ્રધાનનો આ ખુલાસો ગંભીર છે, જે જણાવે છે કે નરેન્દ્ર મોદી કઇ રીતે પોતાના મિત્ર અદાણી માટે એજન્ટની જેમ કામ કરી રહ્યાં છે. મોદી વિદેશમાં અદાણીની માર્કેટિંગ કરે છે અને તેમને અબજોની ડિલ અપાવે છે. નરેન્દ્ર મોદીનો સાફ ફંડો છે- વિદેશ જઇશ, મિત્રને ધંધો અપાવીશ અને ઘણો અમીર બનાવીશ







