PM કેર્સ ફંડને 2022-23માં 912 કરોડ રૂપિયાનું દાન મળ્યું, કોરોના મહામારી દૂર થતાં દાનનો પ્રવાહ ઘટ્યો
કોરોનાકાળમાં મહામારી સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડ બનાવવાની જાહેરાત કરી

કોરોનાકાળમાં મહામારી સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. આ ભંડોળમાં નાણાકીય વર્ષ 2022-23માં કૂલ 912 કરોડનું સ્વૈચ્છિક યોગદાન આવ્યું હતું જે માર્ચ 2020માં કોરોના મહામારી પછી બનેલા આ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ઇતિહાસમાં સૌથી ઓછું છે.
કોરોના મહામારી પછી પીએમ કેર્સ ફંડમાં ઘટાડો
કોરોનાકાળમાં વર્ષ 2020માં લોકડાઉનના ત્રીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફંડનો આશય સ્વાસ્થ્ય સંબંધિત કોઇપણ ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે સરળતાથી ખર્ચ કરવા માટે સરકાર પાસે અલગથી આર્થિક ભંડોળ ઊભું કરવાનો હતો. વડાપ્રધાન નાગરિક સહાયતા અને ઇમરજન્સી રાહત (પીએમ કેર્સ) ભંડોળની વેબસાઇટ પર પ્રકાશિત ઓડિટેડ સ્ટેટ્સમેટ્સ મુજબ કોરોના મહામારીના વર્ષ 2020-21માં પીએમ કેર્સ રૂપિયા 7,184 કરોડનું ભંડોળ એકત્ર થયું હતું પરંતુ ત્યારબાદ તેમાં દાન કરવામાં આવતી રકમમાં ઘટાડો થયો અને વર્ષ 2021-22માં તેમાં 1,938 કરોડનું દાન આવ્યું હતું. 2021માં કોરોના મહામારીની અસરો દૂર થતાં 2022-23માં ભંડોળમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, દર કલાકે 19 લોકો ઘાયલ થયા
પીએમ કેર્સમાં વિદેશી ભંડોળમાં પણ ઘટાડો થયો
પીએમ કેર્સની વેબસાઇટ પર ઉપલબ્ધ છેલ્લું સ્ટેટમેન્ટ નાણાકીય વર્ષ 2022-23નું છે. આ સમયમાં વિદેશી ભંડોળના યોગદાનમાં પણ ઘટાડો આવ્યો હતો. વર્ષ 2020-21માં પીએમ કેર્સમાં રૂપિયા 495 કરોડનું વિદેશી દાન આવ્યું હતું, જે 2021-22માં વધુ ઘટીને માત્ર 2.57 કરોડ થઇ ગયું હતું. વર્ષ 2022-23માં પીએમ કેર્સના ભંડોળમાંથી રૂપિયા 439 કરોડનો ખર્ચ કરાયો હતો જેમાંથી 346 કરોડનો વપરાશ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન દ્વારા કરાયો હતો. કોરોના મહામારીના કારણે માતા-પિતા, લીગલ ગાર્ડિયન્સ અથવા જીવિત માતા-પિતાને સહાય કરવા માટેની એક સરકારી પહેલ છે.








