હીટવેવ'માં શેકાતું લોકોનું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ પહોંચી
બુધવારે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો. ઉત

બુધવારે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો. ઉત્તર પ્રદેશનો બાંદા શહેર 48 ડિગ્રી સેલ્સિયસ સાથે સતત ત્રીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બાંદા શહેરનું આ તાપમાન સામાન્યથી 4.5 ડિગ્રી વધારે હતું. ગરમીની વચ્ચે દેશમાં વીજળીની માંગ બુધવારે રેકોર્ડ 265.44 ગીગા વોટ પર પહોંચી ગઇ હતી. તેણે મંગળવારે બનાવેલા પાછલા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો. ગરમીને કારણે એર કન્ડીશનરનો ઉપયોગ વધતા વીજળીની માંગ સતત વધી રહી છે.
દિલ્હીમાં રિજ બેઝ સ્ટેશન પર મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું
દિલ્હીમાં રિજ બેઝ સ્ટેશન પર મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જેના કારણે આ દિલ્હીનું સૌથી ગરમ સ્થળ બની ગયું હતું. સફદરગંજ હવામાન કેન્દ્રમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશનાં હવામાન વિભાગે હજુ પણ આગામી એક સપ્તાહુ સુધી અનેક વિસ્તારો માટે ભીષણ લૂની એલર્ટ જારી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી યલો એલર્ટ અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે.
ભીષણ ગરમીનો પ્રકોપ જારી
આ ચેતવણી લૂ અને ભીષણ લૂની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા રાતે પણ ગરમી જળવાઇ રહેવાની આશંકાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર 46.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજ્યનાં હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો.




