મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO / INDIGOની ફ્લાઈટમાં એક મુસાફરે બીજાને કારણ વગર મારી થપ્પડ, આરોપી યાત્રીની કરાઈ ધરપકડ

મુંબઈથી કોલકાતા જઈ રહેલી INDIGO ફ્લાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્

VIDEO / INDIGOની ફ્લાઈટમાં એક મુસાફરે બીજાને કારણ વગર મારી થપ્પડ, આરોપી યાત્રીની કરાઈ ધરપકડ

મુંબઈથી કોલકાતા જઈ રહેલી INDIGO ફ્લાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ફ્લાઈટની અંદર બીજા મુસાફર સાથે મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. ફ્લાઈટમાં બનેલી આ ઘટના બાદ એરલાઈન કંપનીએ મુસાફર સામે કાર્યવાહી કરી અને લેન્ડિંગ બાદ તેને સુરક્ષા એજન્સીને સોંપી દીધો હતો. 

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, મુંબઈથી કોલકાતા જતી INDIGO ફ્લાઈટ નંબર 6E 138માં એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો, ત્યારબાદ એર હોસ્ટેસે તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું. જ્યારે એર હોસ્ટેસ યુવાનને તેની સીટ પર લઈ જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ પેનિક એટેક આવેલા મુસાફરને કારણ વિના લાફો ઝીંક્યો હતો. એર હોસ્ટેસે થપ્પડ મારનાર મુસાફરને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ ઘટનાની INDIGOએ સખત નિંદા કરી

વાયરલ વીડિયોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. INDIGOએ આખરે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "ફ્લાઈટમાં હાજર ક્રૂએ સુરક્ષા એજન્સીઓને મુસાફરના આ વર્તન વિશે જાણ કરી હતી. આ પ્રકારનું અસભ્ય અને અયોગ્ય વર્તન અસ્વીકાર્ય છે. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ કાર્યવાહી કરી છે."

આરોપી મુસાફરની ધરપકડ

ફ્લાઈટમાં મુસાફરને થપ્પડ મારનાર આરોપીની ઓળખ હાફિઝુલ રહેમાન તરીકે થઈ છે. ફ્લાઈટ કોલકાતા પહોંચી ત્યારે તેને પહેલા CISFને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરપોર્ટ પર સ્થિત NSCBI પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બિધાનનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો