Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pakistani woman becomes government teacher in India

પાકિસ્તાની મહિલા ભારતમાં બની ગઈ સરકારી ટીચર, ખુલાસો થયો તો શિક્ષણ વિભાગમાં મચ્યો હડકંપ

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2025
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાની મહિલા ભારતમાં બની ગઈ સરકારી ટીચર, ખુલાસો થયો તો શિક્ષણ વિભાગમાં મચ્યો હડકંપ

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પાકિસ્તાની મહિલા નકલી દસ્તાવેજો રજૂ કરીને સરકારી શિક્ષિકા બની. આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટતાં અધિકારીઓ પણ ચોંકી ગયા. મહિલા શિક્ષિકાની સત્યતા જાહેર થતાં કેસ નોંધાયો છે. આગામી સમયમાં મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવશે.

App Store

નકલી સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો

આ સમગ્ર ઘટના બરેલી પોલીસ સ્ટેશનના ફતેહગંજ પશ્ચિમ વિસ્તારમાં આવેલી માધોપુર પ્રાથમિક શાળામાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાળામાં પોસ્ટીંગ પામેલા સહાયક શિક્ષિકા શુમાયલા ખાન પર આરોપ છે કે, તેઓની પાકિસ્તાનની નાગરિક હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને શિક્ષિકા પદ મેળવ્યું હતું. એવો આરોપ છે કે, તેણીએ તથ્યો છુપાવી, નકલી દસ્તાવેજો રજૂ કરીને સરકારી નોકરી મેળવી હતી. નોકરી માટે જે પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તે રામપુરમાં SDM સદર ઓફિસ દ્વારા જારી કરવામાં આવ્યું હતું.

 પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષિકા તરીકે કામ કરતી હતી

બરેલી જિલ્લાના ફતેહગંજ પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર શિક્ષણ વિભાગ પર સવાલો ઉભા થયા છે. પાકિસ્તાનની રહેવાસી શુમૈલા ખાન માધોપુરની એક સરકારી પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષિકા તરીકે કામ કરતી હતી. જ્યારે સમગ્ર મામલાની ફરિયાદ કરવામાં આવી, ત્યારે વિકાસ વિસ્તાર ફતેહગંજ પશ્ચિમમાં સહાયક શિક્ષકની નિમણૂકને લઈને મોટો વિવાદ ઉભો થયો. શુમાયલા ખાન નામની એક મહિલા પર સરકારી પદ પર નિમણૂક મેળવવા અને શિક્ષક બનવા માટે બનાવટી રહેઠાણ પ્રમાણપત્રનો ઉપયોગ કરવાનો આરોપ છે.

ભારતીય નાગરિકત્વ લીધું નથી

શુમાયલા ખાને નોકરીની નિયુક્તિ દરમિયાન રામપુરના સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સદરના કાર્યાલયમાંથી જારી કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે, આ પ્રમાણપત્ર ખોટું હતું અને શુમાયલા ખરેખર પાકિસ્તાની નાગરિક હતી. આ ઉપરાંત હજુ સુધી તેણીએ ભારતીય નાગરિકતા મેળવી નથી. 2015માં બરેલી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળા માધોપુરમાં શુમાયલાની સહાયક શિક્ષિકા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. નિમણૂક માટે તેણીએ રજૂ કરેલા પ્રમાણપત્રોની સત્યતા તપાસવામાં આવી હતી. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે, રહેઠાણનું પ્રમાણપત્ર હકીકતો છુપાવીને બનાવવામાં આવ્યું હતું.

આરોપી શિક્ષક સામે કેસ દાખલ

શુમાયલા ખાને ખોટી માહિતી આપીને જનરલ રેસિડેન્સ સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ આધારે તેમનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું. પાકિસ્તાની મહિલા શુમાયલા ખાન પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને સહાયક શિક્ષકની નોકરી મેળવવાનો આરોપ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ 3 ઓક્ટોબર 2024 ના રોજ તેણીને સસ્પેન્ડ કરી દીધી.  આ સમગ્ર મામલે, BSA ના આદેશ પર, ફતેહગંજ પશ્ચિમના બ્લોક શિક્ષણ અધિકારીએ આરોપી શિક્ષક વિરુદ્ધ ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં મહિલા પર હવે ધરપકડની તલવાર લટકી રહી છે.