મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પહેલગામ હુમલો: પીએમ મોદીએ સાઉદી મુલાકાત ટૂંકાવી, આજે રાત્રે ભારત થશે રવાના

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થય

પહેલગામ હુમલો: પીએમ મોદીએ સાઉદી મુલાકાત ટૂંકાવી, આજે રાત્રે ભારત થશે રવાના

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. જો કે, સત્તાવાર રીતે 16ના મોતની પુષ્ટિ કરાઈ છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ છે. ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

આ દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ સાઉદી મુલાકાત ટૂંકાવી છે. આજે રાત્રે ભારત આવવા માટે રવાના થશે. આતંકવાદી હુમલાની ઘટના બનતા વડાપ્રધાન મોદી આજેજ જેદ્દાથી પરત ફરી રહ્યા છે. તેઓ આજે રાત્રિ ભોજનમાં સામેલ ન થયા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આવતીકાલે તેઓ ઘાયલોની મુલાકાત કરશે.

શ્રીનગર કંટ્રોલ રૂમ દ્વારા મદદ માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા

  • 0194-2483651
  • 0194-2457543
  • 7780805144
  • 7780938397
  • 7006058623

પહલગામ આતંકી હુમલાની ટ્રમ્પ-પુતિને કરી નિંદા

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, 'કાશ્મીરમાંથી ખૂબ જ ચિંતાજનક સમાચાર મળ્યા છે. આવા સમયે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે. અમે મૃતકોના આત્મા માટે અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારો સંપૂર્ણ ટેકો અને સહાનુભૂતિ છે. અમારા હૃદયથી તમારા બધા સાથે છીએ.' રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પહલગામ હુમલામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. UEA અને ઈરાને પણ આતંકી હુમાલની નિંદા કરી છે.

16 મૃતકોની યાદી

  1. મંજુ નાથ શિવામુ  - કર્ણાટક
  2. વિનય નરવાલ  - હરિયાણા
  3. શુભમ દ્વિવેદી  - ઉત્તરપ્રદેશ
  4. દિલીપ જયરામ  - મહારાષ્ટ્ર
  5. સંદિપ નવપાને  - નેપાળ
  6. બિટન અધકેરી 
  7. ઉધ્વાની પ્રદિપ કુમાર  - UAE
  8. અતુલ શ્રીકાંત મોને  - મહારાષ્ટ્ર
  9. સંજય લખન લેલે
  10. સૈયદ હુસૈન શાહ  - અનંતનાગ - J&K
  11. હિંમતભાઈ કળથિયા - સુરત, ગુજરાત
  12. પ્રશાંત કુમાર બલેશ્વર
  13. મનીષ રંજન
  14. રામચંદ્રમ
  15. શાલીન્દર કલ્પિયા
  16. શિવમ મોગ્ગા

10 ઘાયલોની યાદી

  1. વિનોદભાઈ  - ભાવનગર, ગુજરાત
  2. મનીક પાટીલ
  3. રિનો પાંડે 
  4. એસ. બાલાચંદ્રુ  - મહારાષ્ટ્ર
  5. ડૉ. પરમેશ્વરમ  - ચેન્નાઈ, તમિલનાડુ
  6. અભિજવમ રાઓ  - કર્ણાટક
  7. શન્ત્રુ અગે - તમિલનાડુ
  8. શશિ કુમારી  - ઓડિસા
  9. બાલાચંદ્રા  - તમિલનાડુ
  10. સોભિત પટેલ  - મુંબઈ

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની NIA કરશે તપાસ

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આપવી છે. કેન્દ્ર સરકારે આ હુમલાની ગંભીરતાને જોતા NIAને તપાસની જવાબદારી આપી છે, જેથી હુમલાનું ષડયંત્ર કરનારા આતંકવાદીઓના નેટવર્ક અને તેમના વિદેશી કનેક્શનની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાય.

આ સમાચાર શેર કરો