Video: દેશભરમાં યુથ કોંગ્રેસના ૨૦૦થી વધુ નેતાઓ સસ્પેન્ડ, દિલ્હીમાં રાહુલ ગાંધીની રેલીમાં ન પહોંચવા બદલ એક્શન

સોર્સ: gstv

દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં હાજર ન રહેવા બદલ ઇન્ડિયન યુથ કોંગ્રેસે મોટી શિસ્તભંગની કાર્યવાહી કરી છે. યુથ કોંગ્રેસે પોતાના ૨૦૦થી વધુ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધીમાં સાત રાજ્યોના ઓછામાં ઓછા ૧૮૫ અતિ મહત્વના સભ્યોને સસ્પેન્ડ કરવાના સાથે તેમની ગેરહાજરી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિસ્ત સમીક્ષા પૂર્ણ થયા બાદ આ સસ્પેન્ડેડ સભ્યોનો આંકડો ૫૦૦ સુધી પહોંચી શકે છે. બીજી તરફ, પક્ષના વર્ષો જૂના કાર્યકરોએ આ સસ્પેન્શન સામે ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી છે. યુથ કોંગ્રેસના મહાસચિવ રોહિત રાજોરિયાને પોતાની વાત રજૂ કરવાની તક આપ્યા વિના જ હોદ્દા પરથી હટાવી દેવાયા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે પાર્ટી માટે FIR નોંધી અને જેલ પણ ગયા છીએ. તો શું માત્ર એક કાર્યક્રમમાં હાજર ન રહેવા બદલ અમને આવી રીતે હટાવી શકાય?

આ સમાચાર શેર કરો

જાહેરાત