Video: જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનો વિરોધ, 30 ઓક્ટોબરે ‘ખડગેના સરકારી નિવાસસ્થાને કાર્યક્રમ

દિલ્હીમાં 30 ઓક્ટોબરે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ‘જનતા મહાભિયોગ’ કાર્યક્રમ યોજવાની તૈયારી કરી રહ્યા છે. આ કાર્યક્રમ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના સરકારી નિવાસસ્થાને યોજાવાનો છે. ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવી વિપક્ષ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી રહ્યો છે. અગાઉ આ કાર્યક્રમ હોટેલ અશોક અને રામલીલા મેદાનમાં યોજવાની યોજના હતી, પરંતુ પોલીસની વાંધા-આપત્તિઓને કારણે સ્થળ બદલવાનો નિર્ણય લેવાયો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. આ કાર્યક્રમ પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી વિપક્ષની મોટી રેલી પહેલાં યોજાશે. આ રેલીમાં ચૂંટણી પ્રક્રિયા અને કથિત મતચોરીના મુદ્દે સરકાર તથા ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવવાની વિપક્ષની યોજના છે.








